51 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમિર ખાનની દીકરી આયરા ખાન હાલમાં ઈન્ડોનેશિયામાં હનીમૂન ટ્રિપ પર છે. તેણે હાલમાં જ પતિ નૂપુર શિખરે સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નૂપુર અને આયરા બીચ અને પૂલમાં એન્જોય કરતા જોવા મળ્યા. થોડા દિવસો પહેલા નૂપુરે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે સ્કૂબા ડાઈવિંગ કરતો જોવા મળ્યો.
આયરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નૂપુર સાથેની ઘણી તસવીરો શેર કરી છે.

આ ફોટા શેર કરતી વખતે આયરાએ આ કેપ્શન લખ્યું છે.
નૂપુર દરેક જગ્યાએ હેડસ્ટેન્ડ કરતો જોવા મળે છે
આયરાએ શેર કરેલી તસવીરોમાં, કેટલીક જગ્યાએ તે અને નુપુર રોમેન્ટિક પૂલ ડેટની મજા લેતા જોવા મળે છે અને કેટલીક જગ્યાએ તેઓ બીચ પર આઉટિંગ કરતા જોવા મળે છે. તેની મોટાભાગની તસવીરોમાં નુપુર બીચ પર, હોટેલમાં અને હાઇક દરમિયાન પણ હેડસ્ટેન્ડ કરતો જોવા મળે છે

આ તસવીરોમાં ફિટનેસ એક્સપર્ટ નૂપુર દરેક જગ્યાએ હેડસ્ટેન્ડ કરતો જોવા મળ્યો
10 જાન્યુઆરીએ ઉદયપુરમાં લગ્ન થયા હતા
આયરાએ 3 જાન્યુઆરીએ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં લગ્નની નોંધણી કર્યા પછી, યુગલે 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. આ પછી, 13 જાન્યુઆરીએ આમિરે મુંબઈમાં તેની પુત્રીના લગ્નનું રિસેપ્શન હોસ્ટ કર્યું હતું. આ ઈવેન્ટમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત ઈન્ડસ્ટ્રીના તમામ મોટા સેલેબ્સે ભાગ લીધો હતો.

આયરાએ આ પહેલા તેના લગ્નની ઘણી ઓફિસિયલ તસવીરો શેર કરી છે.