10 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિનેતા આમિર ખાનની પ્રથમ પૂર્વ પત્ની રીના દત્તાના પિતાનું નિધન થયું છે. બુધવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે તેના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ દરમિયાન આમિર અને તેની માતા ઝીનત હુસૈન રીનાના ઘરે મળવા આવ્યા હતા. બંને અલગ-અલગ કારમાં અહીં પહોંચ્યા હતા.

આમિર પૂર્વ પત્ની રીનાના ઘરે પહોંચ્યો હતો

અહીં થોડો સમય વિતાવ્યા બાદ તે નીકળી ગયો હતો
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં આમિરની માતા કેટલાક લોકોની મદદથી રીનાના ઘરની બિલ્ડિંગની અંદર જઈ રહી છે

આમિરની માતા ઝીનત હુસૈન
લગ્નના 16 વર્ષ પછી છૂટાછેડા આમિર અને રીનાએ વર્ષ 1986માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન સમયે રીનાની ઉંમર માત્ર 19 વર્ષની હતી.
બંનેએ પોતાના લગ્નની વાત ઘણા દિવસો સુધી પરિવારથી છુપાવીને રાખી હતી. ત્યારે આમિર તેની ડેબ્યૂ ફિલ્મ ‘કયામત સે યમત તક’નું શૂટિંગ કરી રહ્યો હતો.
લગ્ન બાદ આ દંપતી બે બાળકો જુનૈદ અને આયરાના માતા-પિતા બન્યા હતા. જોકે, લગ્નના 16 વર્ષ બાદ 2002માં બંનેએ છૂટાછેડા લીધા હતા.

દીકરી આયરાના લગ્નમાં આમિર અને રીના.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ‘સિતારે જમીન પર’માં જોવા મળશે જે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતા તરીકે, તે સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ સહિત ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે.