15 કલાક પેહલા
- કૉપી લિંક
આરુષિ નિશંક રાજકારણ સાથે જોડાયેલા રમેશ પોખરિયાલની પુત્રી છે. તે આંતરરાષ્ટ્રીય કથક ડાન્સર પણ છે. આરુષિ ફિલ્મ ‘તારિણી’થી અભિનેત્રી તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ 6 ભારતીય મહિલા નૌસેના અધિકારીઓની વાર્તા છે.
આરુષિ ‘સ્પર્શ ગંગા’ NGOની સહ-સ્થાપક પણ છે. ‘સ્પર્શ ગંગા’ની ટીમે કોરોનાની પહેલી લહેરમાં સતત માસ્ક અને સેનિટાઈઝર કીટનું વિતરણ કરીને લોકોને મદદ કરી હતી. તે દરમિયાન આરુષિ નિશંકે કહ્યું હતું – આ સમય સાબિત કરવાનો છે કે આપણે બધા મનુષ્ય છીએ. આપણે ત્યારે જ જીતી શકીશું જ્યારે આપણે સાથે ઉભા રહીશું.
આરુષિ નિશંક ભારતના શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલની પુત્રી છે
આરુષિ નિશંકના ગીત ‘વફા ના રાસ આઇ’ને 300 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આરુષિએ ટી-સીરીઝના આલ્બમ ‘વફા ના રાસ આઇ’થી ડેબ્યૂ કર્યું હતું. આ વીડિયોને YouTube પર 300 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સિવાય તે ગુરમીત ચૌધરી સાથે ‘તેરી ગલીયોં’ અને વિશાલ સિંહ સાથે ‘જો તુમકો ઝૂટ લગે’માં પણ જોવા મળી છે.
આરુષિ હાલમાં જ ‘કફલ’ સિરીઝમાં નિર્માતા તરીકે કામ કરી રહી છે. તે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ સિરીઝમાં ભાગ્યશ્રી, દિવ્યેન્દુ શર્મા, કુશા કપિલા અને વિનય પાઠક જોવા મળશે.
હિમાંશ કોહલી ‘વફા ના રાસ આઇ’માં આરુષિ સાથે હતો
દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં આરુષિ નિશંકે રાજકીય પરિવારમાંથી અભિનેતા બનવાની તેની સફર વિશે વાત કરી હતી. તેમણે ‘કફલ’ સિરીઝ અને જીવનના અનુભવો વિશે પણ પોતાના મંતવ્યો શેર કર્યા હતા. આરુષિ સાથે રેપિડ ફાયર સેગમેન્ટ પણ રમવામાં આવ્યું હતું જેમાં તેમને રસપ્રદ જવાબો આપ્યા હતા.
પિતાએ પદ છોડ્યું ત્યારે 8 કલાકમાં ઘર ખાલી કરવું પડ્યું
આરુષિ નિશંક રાજકીય પરિવારમાંથી આવે છે. આ સ્થિતિમાં તેમને પૂછવામાં આવ્યું કે તેમણે રાજનીતિનો રસ્તો કેમ ન પસંદ કર્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં આરુષિએ કહ્યું, ‘મારી સામે જે પણ ઑફર આવી મેં તેને દિલથી કરવાનો પ્રયાસ કર્યો છે. સાચું કહું તો હું હંમેશા સમાજના ભલા માટે કંઈક કરવા માગુ છું. જો મને લાગશે કે રાજકારણમાં આવીને હું સમાજ માટે કોઈ મોટું પગલું ભરી શકીશ તો હું ચોક્કસ રાજકારણમાં આવીશ.
આગળ, આરુષીએ તેના રાજકીય પરિવારમાંથી એક ટુચકો શેર કર્યો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે તમે રાજકીય પરિવારમાં મોટા થાવ છો, ત્યારે તમે તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જુઓ છો. જેમ કે મારા પિતા ઉત્તરાખંડના સીએમ હતા. પરંતુ જ્યારે તેમણે સીએમ પદ છોડ્યું ત્યારે અમારે 8 કલાકમાં જ ઘર ખાલી કરવું પડ્યું હતું. અમે 8 કલાકમાં બધા કપડા પેક કર્યા અને બીજા ઘરમાં શિફ્ટ થયા. હું માનું છું કે આવા ફેરફારો માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.
‘કફલ’નું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું હતું
આરુષિ સાથે તેની આગામી સિરીઝ ‘કફલ’ વિશે પણ વાત કરવામાં આવી હતી. આરુષીએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં આ ખૂબ જ લાંબુ અને થકવી નાખનારું શૂટ હતું. તેમણે એમ પણ કહ્યું કે આટલું મોટું શૂટ આજ સુધી કોઈ નવા પ્રોડક્શન હાઉસે કર્યું નથી, યશરાજે પણ નહીં.
પોતાની આગામી ફિલ્મ ‘તારિણી’ વિશે આરુષિએ જણાવ્યું કે ફિલ્મની વાર્તા 6 મહિલાઓની છે જે નેવી ઓફિસર છે. દુનિયાનો પ્રવાસ કર્યા પછી તે કેવી રીતે પરત ફરે છે, તેની યાત્રા, તેના અનુભવો – આ બધાની આસપાસ વાર્તા ફરે છે.
આરુષિની આગામી ફિલ્મ ‘તારિણી’ છે
આરુષિ પંકજ ત્રિપાઠીને આવનારા સમયના મહત્ત્વના એક્ટર માને
આરુષીએ કહ્યું કે તે મુંબઈમાં ઉત્તરાખંડની ‘તાજી હવા’ને મિસ કરે છે. આ ઉપરાંત આરુષિ સાથે ફન સેગમેન્ટ ‘રેપિડ ફાયર’ પણ રમવામાં આવ્યું હતું. તેમણે કેટલાક રસપ્રદ પ્રશ્નોના રમુજી જવાબો આપ્યા. આરુષિએ રણબીર કપૂરને એક સારા પિતા તરીકે, આલિયા ભટ્ટને એક સારી માતા તરીકે, શાહરુખ ખાનને પરફેક્શનિસ્ટ તરીકે, દિવ્યેન્દુ શર્માને ‘મુન્ના ભૈયા’ તરીકે અને પંકજ ત્રિપાઠીને આવનારા યુગના મહત્ત્વના અભિનેતા તરીકે ગણાવ્યા હતા.
આરુષિએ ‘જલેબી’ને તેનો પ્રિય નાસ્તો ગણાવ્યો હતો.