11 મિનિટ પેહલા
- કૉપી લિંક
દર રવિવારે અમિતાભ બચ્ચન તેમના ઘર ‘જલસા’ની બહાર આવી અને તેમના ચાહકોને મળે છે. આ સમય દરમિયાન પરિવારના કોઈને કોઈ સભ્ય તેમની સાથે જોવા મળે છે. આ વખતે બિગ બી એકલા ફેન્સને મળવા બહાર આવ્યા હતા. ‘બિગ બી’ તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા, આ જ સમયે પુત્ર અભિષેક બચ્ચન બાલ્કનીમાં ઉભો રહીને તેના પિતાને જોઈ રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે ફેન્સ ઐશ્વર્યા વિશે પૂછતાં જોવા મળ્યા હતા.
વાઈરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન તેમના ઘરના ગેટ પર ઉભા છે અને ફેન્સને મળી રહ્યા છે. આ દરમિયાન તે ક્યારેક હાથ મિલાવીને તો ક્યારેક હાથ જોડીને તેના ચાહકોનું અભિવાદન કરી રહ્યા છે.
બીજી તરફ અભિષેક બચ્ચન પણ બાલ્કનીમાં ઊભો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે તેના પિતા અમિતાભ બચ્ચન અને ચાહકોને પ્રેમથી જોતો જોવા મળ્યો હતો. પરંતુ કેમેરો તેની તરફ ફર્યો કે તરત જ તેણે સ્મિત કર્યું અને હાથ હલાવી ફેન્સનું અભિવાદન કર્યું.
બાલ્કનીમાં ઉભેલા અભિષેકે લાઈમલાઈટ મેળવી યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઐશ્વર્યા ક્યાં છે?’, તો બીજાએ લખ્યું, ‘અભિષેક, તું સારું કામ કરી રહ્યો છે.’, અન્ય એક યુઝરે લખ્યું, ‘હું તમારો બહુ મોટો ફેન છું.’ આ રીતે ‘બિગ બી’ ફેન્સને મળવા આવ્યા હતા પણ ઘરની બાલ્કનીમાં ઉભા-ઉભા જ લાઈમલાઈટ મેળવી હતી. જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
અભિષેક બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી ‘ફિલ્મ વોન્ટ ટુ ટોક’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સિનેમાઘરોમાં સારી ચાલી ન હતી, પરંતુ જેણે પણ આ ફિલ્મ જોઈ હતી તેણે અભિષેક બચ્ચનના એક્ટિંગની પ્રશંસા કરી હતી.