- Gujarati News
- Entertainment
- Accused Are Osmania University Students; Demand To Give Rs 1 Crore To The Family Of The Woman Who Died In The Stampede
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
હૈદરાબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી છે. પોલીસે આ કેસમાં 8 સભ્યોની ધરપકડ કરી છે.
આ લોકો એક્ટરના ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી.
આ ઘટનાના થોડા સમય પહેલા, અલ્લુ અર્જુને પોસ્ટ કર્યું હતું – હું મારા બધા ચાહકોને અપીલ કરું છું કે તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે. કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષાનો ઉપયોગ કરશો નહીં, ઓનલાઈન અથવા ઓફલાઈન, કે કોઈની સાથે ગેરવર્તન ન કરો.
અલ્લુ અર્જુનના ઘરની બહાર હુમલાની તસવીરો…
અલ્લુ અર્જુન સામે દોષિત હત્યાનો કેસ, તે જેલમાં પણ ગયો હતો
આ તસવીર 4 ડિસેમ્બરની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહારથી લેવામાં આવી છે. અલ્લુ અર્જુન તેની ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રીમિયરમાં પહોંચ્યો હતો, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું.
4 ડિસેમ્બરે, હૈદરાબાદમાં પુષ્પા-2 ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કેસમાં પોલીસે એક્ટર અલ્લુ અર્જુન, થિયેટર અને સુરક્ષા એજન્સી સામે ગેર ઈરાદે હત્યાનો કેસ નોંધ્યો હતો.
મૃતકના પરિવારની ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય સંહિતાની કલમ 105 (ગેર ઇરાદે હત્યા) અને 118(1) (જાણી જોઈને ઈજા પહોંચાડવી) હેઠળ ચિક્કાડ પલ્લી પોલીસ સ્ટેશનનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
અલ્લુ અર્જુનની પોલીસે 13 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને 4 વાગ્યે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અલ્લુએ તેલંગાણા હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અપીલ કરી હતી.
સાંજે 5 વાગ્યે તેમને રૂ. 50 હજારના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. દરમિયાન અલ્લુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને વર્ગ-1ની બેરેકમાં રાખવામાં આવ્યો હતો. આ પછી અલ્લુને 14 ડિસેમ્બરે સવારે લગભગ 6.30 વાગ્યે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેના પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરાલા ચંદ્રશેખર રેડ્ડી તેને લેવા જેલ પહોંચ્યા હતા.
તેલંગાણાના સીએમએ આ દુર્ઘટના માટે અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવ્યા હતા
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શનિવારે જ વિધાનસભામાં નાસભાગ અંગે નિવેદન આપ્યું હતું.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શનિવારે વિધાનસભામાં કહ્યું હતું – અલ્લુ અર્જુન બેદરકાર હતો અને મોતની માહિતી મળવા છતાં થિયેટરમાંથી બહાર ન આવ્યો અને રોડ શો કર્યો.
અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલા રેવતીએ તેના પુત્ર શ્રેતેજનો હાથ એટલો સજ્જડ પકડ્યો હતો કે પોલીસ તેમને અલગ કરી શકી ન હતી. પીડિત પરિવાર દર મહિને 30 હજાર રૂપિયા કમાય છે, પરંતુ દરેક ટિકિટ પર 3000 રૂપિયા ખર્ચે છે, કારણ કે પુત્ર અલ્લુ અર્જુનનો ફેન છે.
જ્યાં સુધી હું મુખ્યપ્રધાન છું ત્યાં સુધી રાજ્યમાં કોઈ ફાયદો દેખાડવા કે ટિકિટના ભાવમાં વધારો થવા દેવામાં આવશે નહીં.
તે જ સમયે, AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ પણ કહ્યું હતું – જ્યારે અલ્લુ અર્જુનને નાસભાગ અને મહિલાના મૃત્યુ વિશે માહિતી આપવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે હવે ફિલ્મ હિટ થશે.
અલ્લુ અર્જુને નામ લીધા વિના જવાબ આપ્યો – મારા ચારિત્ર્યનું હનન કરવામાં આવી રહ્યું છે
અલ્લુ અર્જુને શનિવારે રાત્રે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
અલ્લુ અર્જુને શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું – પુષ્પા 2ના પ્રીમિયરમાં હૈદરાબાદમાં થયેલી નાસભાગ માટે મને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો જાણીજોઈને મારું ચારિત્ર્ય હનન કરી રહ્યા છે.
હું ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી છું. મેં જે સન્માન અને વિશ્વસનીયતા કમાવી છે તે એક જ દિવસમાં નાશ પામી છે. આ કારણે હું અપમાન અનુભવી રહ્યો છું.