49 મિનિટ પેહલા
- કૉપી લિંક
OTT ક્વીન રાધિકા આપ્ટેએ તેના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. રાધિકા પ્રેગ્નન્ટ છે અને લોકો આનાથી ખૂબ જ આશ્ચર્યમાં છે કારણ કે રાધિકાએ ચાર મહિના સુધી આ વિશે કોઈને જાણ ન થવા દીધી. હાલમાં જ જ્યારે તે લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી ત્યારે તેના બેબી બમ્પને જોઈને લોકો આશ્ચર્ય થઈ ગયા. રાધિકાના બેબી બમ્પની તસવીરો તમે જોઈ શકો છો.
ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ રાધિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં, રાધિકા બ્લેક બોડીકોન ડ્રેસમાં પ્રથમ વખત તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફેન્સ અને સેલેબ્સ તેને અભિનંદન પાઠવ્યા હતા. ગુનીત મોંગા કપૂરે લખ્યું કે, અભિનંદન રાધિકા.
રાધિકાએ 2012માં લગ્ન કર્યા રાધિકાએ તેના બોયફ્રેન્ડ અને બ્રિટિશ મ્યુઝીશ્યન બેનેડિક્ટ ટેલર સાથે 2012માં લગ્ન કર્યા હતા. હવે લગ્નના 12 વર્ષ બાદ તે પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે.
રાધિકાનું વર્ક ફ્રન્ટ રાધિકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રાધિકાએ અત્યાર સુધી હિન્દી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. એમી એવોર્ડ્સ માટે નોમિનેટ થનારી તે પ્રથમ ભારતીય એકટ્રેસ છે. આ સિવાય તે ‘પેડમેન’, ‘અંધાધુન’, ‘બદલાપુર’, ‘લસ્ટ સ્ટોરીઝ’ જેવી ફિલ્મો અને સિરીઝમાં જોવા મળી છે.