2 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. એક ચોર ઘરમાં ઘૂસી ગયો અને સૈફ અલી ખાન પર હુમલો કર્યો. સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલો કોણે અને શા માટે કર્યો.
હુમલાનું કારણ શું છે તે અંગે 3 નિવેદનો આવ્યાં
લીલાવતી હોસ્પિટલનું નિવેદન
સૈફ અલી ખાન પર તેમના બાંદ્રા સ્થિત ઘરમાં એક અજાણ્યા વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો.’ સૈફને સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તેમને છરીના 6 ઘા માર્યા હતા, જેના કારણે સૈફના શરીર પર બે ઊંડા ઘા પડયા હતા. આમાંથી એક ઘા કરોડરજ્જુની નજીક છે. અભિનેતાનું ઓપરેશન ન્યુરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડૉ.ના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સૈફની ટીમ તરફથી સત્તાવાર નિવેદન
તેમાં જણાવવામાં આવ્યું છે કે સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં તેમની સર્જરી લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટર લીના અને ડોક્ટર નીતિન ડાંગે સૈફની સારવાર કરી રહ્યા છે. આ હુમલામાં સૈફના ઘરનો એક કર્મચારી પણ ઘાયલ થયો છે. આવી પરિસ્થિતિમાં અમે મીડિયા અને ચાહકોને અમારો સાથ આપવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને અપડેટ કરતા રહીશું.
ડીસીપી દીક્ષિત ગેડમનું નિવેદન
સૈફ અલી ખાન ખારમાં ફોર્ચ્યુન હાઇટ્સમાં રહે છે. ગઈકાલે મોડી રાત્રે એક માણસ સૈફના ઘરમાં ઘૂસી ગયો અને તેની નોકરાણી સાથે ઝઘડો કર્યો. જ્યારે અભિનેતાએ તે માણસને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ પર હુમલો કર્યો અને તે હુમલામાં તેમને ઘાયલ થયા.
કરીના કપૂર ક્યાં હતી?
હાલમાં, હુમલા સમયે પરિવારના બાકીના સભ્યો ક્યાં હતા તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ કરિશ્મા કપૂરે 9 કલાક પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે તેની બહેનો કરીના કપૂર, રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી. ત્રણેયે સાથે રાત્રિભોજનનો આનંદ માણ્યો. આ પાર્ટીમાં કરીના હાજર હતી. સૈફ પર હુમલો થયો ત્યારે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી હતી તે અંગે કોઈ પુષ્ટિ નથી.
કરિશ્મા કપૂરની પોસ્ટ
સૈફ નવા વર્ષની ઉજવણી કરવા સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા સૈફની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘દેવરા’ હતી. તેમાં જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સારી કમાણી કરી શકી નહીં. પોતાની ફિલ્મો ઉપરાંત, સૈફ કરીના અને તેના બાળકો સાથેના તેના બોન્ડને કારણે પણ સમાચારમાં રહે છે. આ કપલે સ્વિટ્ઝર્લૅન્ડમાં ક્રિસમસ અને નવું વર્ષ ઉજવ્યું હતું.
2023માં શાહરૂખના ઘરમાં ઘૂસ્યા હતા બે અજનબી
2 માર્ચ, 2023એ બે યુવાનો દિવાલ કૂદીને શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ ના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જોકે, સુરક્ષા ગાર્ડ્સે તેમને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા હતા. બંનેની ઉંમર 21થી 25 વર્ષની હોવાનું જણાવાયું હતું. બંને ગુજરાતના રહેવાસી હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે તે શાહરૂખને મળવા માંગતા હતા. આ ઘટના સમયે શાહરૂખ ખાન ઘરે નહોતા.
આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ