એક મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. 47 વર્ષના ફેમસ અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે સાંજે મુંબઈમાં ફિલ્મના સેટ પર આવ્યો હાર્ટઍટેક આવ્યો હતો. તેને સારવાર માટે અંધેરી વેસ્ટમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર ત્યાં તાત્કાલિક તેની એન્જિયોપ્લાસ્ટી સર્જરી પણ કરવામાં આવી છે.
શ્રેયસ તલપડે એકદમ સ્વસ્થ હતો અને મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘વેલકમ ટૂ ધ જંગલ’ ફિલ્મ માટે આખો દિવસ શૂટિંગ પણ કર્યું હતું. જાણકારી અનુસાર તેમણે ફિલ્મ માટે એક્શન સીન પણ શૂટ કર્યા. શૂટિંગ બાદ ઘરે પરત આવ્યા પછી પત્નીને કહ્યું કે ઠીક નથી લાગી રહ્યું. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા પણ તે રસ્તામાં જ બેભાન થઈ ગયો. જોકે આ સમાચાર આવ્યા બાદ અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા હેલ્થ અપડેટ આપવામાં આવી નથી.
નોંધનીય છે કે શ્રેયસ તલપડે હિન્દી અને મરાઠી સિનેમાનો ફેમસ અભિનેતા છે, તે શાનદાર થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેની એક્ટિંગના ઈન્ડસ્ટ્રીમાં ઘણા વખાણ થાય છે. તેના ફેન્સ તેને ‘ગોલમાલ 3’ના લક્ષ્મણના રોલ માટે વધુ જાણે છે. એ સિવાય તેણે ‘ઓમ શાંતિ ઓમ’, ‘પેઈંગ ગેસ્ટ’જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
જલ્દી જ અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ ફિલ્મમાં પણ શ્રેયસ તલપડે જોવા મળશે, આ ફિલ્મના શૂટિંગમાં જ અત્યારે તેઓ વ્યસ્ત હતા.
ગઇકાલે જ અક્ષય કુમારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં શ્રેયસ તલપડે પણ તેમની સાથે શૂટિંગ કરતાં દેખાઈ રહ્યા છે. સ્ટંટ કરતાં સમયે શ્રેયસ અક્ષયની પાછળ જ ઊભા હતા.