13 કલાક પેહલા
- કૉપી લિંક
‘એનિમલ’ ફિલ્મથી ચર્ચામાં આવ્યા બાદ રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ને કારણે ચર્ચામાં છે. ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનો રોલ કરનાર એક્ટર સુનીલ લાહરીએ આ અંગે પોતાનું રિએક્શન આપ્યું છે. સુનીલે રણબીરના રામ બનવા પર કહ્યું છે કે, ‘દર્શકોને રામના રોલમાં રણબીર પસંદ નહીં જ આવે.’ આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, ‘તેમણે ફિલ્મ ‘એનિમલ’માં જે પ્રકારનો રોલ નિભાવ્યો છે. જેનાથી તેમની ઇમેજ પર અસર પડી છે. આ કારણે રામના રોલમાં લોકો તેમને પસંદ નહીં કરે.’
રામાયણના સેટ પર રણબીર અને પલ્લવી
હાલમાં ‘રામાયણ’ના સેટ પરથી રણબીરની કેટલીક તસવીરો પણ વાઇરલ થઇ હતી. એક રિપોર્ટ અનુસાર, સુનીલે કહ્યું કે મેં તેનો લુક જોયો છે, તે આ લુકમાં ખૂબ જ સારો લાગે છે. કારણ કે તે ખૂબ જ સ્માર્ટ છે, તે દરેક લુકમાં સારો લાગશે. પરંતુ કદાચ પ્રેક્ષકો તેને અગાઉની ફિલ્મમાં તેમની છબીને કારણે રામના રોલમાં નહીં સ્વીકારે.’
અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા સાથે સુનીલ લહેરી
રણબીર શાનદાર એક્ટર
સુનીલે વધુમાં કહ્યું, મને લાગે છે કે તમારે એવી વ્યક્તિને લેવી જોઈએ જેની ઈમેજ સારી હોય. તેમાં કોઈ શંકા નથી કે રણબીર એક શાનદાર એક્ટર છે, જેની પાસે તેના પરિવાર અને તેણે કરેલા કામનો વિશાળ વારસો છે. મને ખાતરી છે કે તે આ ભૂમિકા સાથે પણ ન્યાય કરશે, પરંતુ પછી લોકોની જે ધારણા છે તેને તમે બદલી શકતા નથી.’
રણબીરની ઈમેજ વિશે વાત કરતા સુનીલ લાહરીએ કહ્યું, તેમણે પોતાના પહેલાના કામોની ઈમેજ તોડીને આમાં ઢળાવું પડશે. ‘એનિમલ’ જેવી ફિલ્મ કર્યા પછી લોકો માટે તેને ‘એનિમલ’ની સામે ભગવાન રામના રોલમાં જોવો ખૂબ મુશ્કેલ હશે.’ આ પહેલાં દીપિકા ચિખલિયાએ પણ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકો રામાયણને વારંવાર બનાવીને બગાડી રહ્યા છે.
835 કરોડનું બજેટ
આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે. જ્યારે ફક્ત પ્રથમ ભાગનું બજેટ 835 કરોડ રૂપિયા છે અને એ 2027માં રિલીઝ થશે. ફિલ્મના પહેલા ભાગના પોસ્ટ પ્રોડક્શનમાં 600 દિવસ લાગશે. આ બજેટ પરથી અંદાજ લગાવી શકાય છે કે, દિગ્દર્શક એને સિનેમા ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં 600 દિવસ લાગશે
સૂત્રનું કહેવું છે કે, આટલી મોટી મેગા બજેટ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં 600 દિવસ લાગશે. ફિલ્મનું શૂટિંગ ગયા મહિને જ શરૂ થયું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. થોડા દિવસો પહેલાં સેટ પરથી બંનેની તસવીરો પણ વાઇરલ થઈ હતી.