પ્રયાગરાજ4 મિનિટ પેહલાલેખક: મનીષ મિશ્રા
- કૉપી લિંક
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. તેણે સંગમના કિનારે પિંડદાન કર્યું. હવે તેનું નામ મમતા નંદગિરિ રાખવામાં આવશે. ફક્ત તેનો પટ્ટાભિષેક બાકી છે. કિન્નર અખાડાએ તેને આ પદવી આપી છે.
અભિનેત્રી શુક્રવારે સવારે જ મહાકુંભમાં કિન્નર અખાડા પહોંચી હતી. તે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી અને આશીર્વાદ લીધા. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી મહામંડલેશ્વર બનવા અંગે ચર્ચા થઈ હતી.
શુક્રવારે જ મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી મમતા કુલકર્ણી સાથે અખિલ ભારતીય અખાડાના પ્રમુખ રવીન્દ્ર પુરી પાસે ગયા હતા. મમતા કુલકર્ણી અને રવીન્દ્ર પુરી વચ્ચે લાંબી વાતચીત થઈ. આ દરમિયાન કિન્નર અખાડાના અધિકારીઓ પણ હાજર હતા. ત્યાર બાદ તેને મહામંડલેશ્વર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન મમતા કુલકર્ણીએ ધર્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. તેણે કહ્યું હતું કે જ્યારે ભગવાન રામ માતા સીતાની શોધમાં ચિત્રકૂટના જંગલમાં ગયા હતા ત્યારે ભગવાન શિવ અને પાર્વતી વચ્ચે સંવાદ થયો હતો. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવી રાખી હતી.
મહાકુંભમાં મમતાની તસવીરો…
ભગવા સ્વરૂપે મહાકુંભમાં પ્રવેશ મમતા કુલકર્ણી મહાકુંભમાં સાધ્વી તરીકે આવી હતી. તે ભગવા રંગમાં રંગાયેલી દેખાતી હતી. તેણે તેના ગળામાં બે રુદ્રાક્ષની માળાઓ પહેરી હતી.
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી સાથે મમતા કુલકુર્ણી.
‘મહાકુંભના આ પવિત્ર સમયની હું પણ સાક્ષી બની રહી છું’ બેઠક બાદ મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે મહાકુંભમાં આવવું અને અહીંની ભવ્યતા જોવી એ તેના માટે ખૂબ જ યાદગાર ક્ષણ હશે. આ મારું સૌભાગ્ય હશે કે હું પણ મહાકુંભના આ પવિત્ર સમયનો સાક્ષી બની રહી છું. હું અહીં સંતોના આશીર્વાદ મેળવી રહી છું. જ્યારે મમતા કુલકુર્ણી કિન્નર અખાડામાં પહોંચી તો તેને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ. લોકોમાં તેની સાથે સેલ્ફી અને ફોટો પડાવવા લાગ્યા.
મમતા તેના ટોપલેસ ફોટોશૂટથી ચર્ચામાં આવી હતી શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરનાર મમતા ત્યારે વિવાદમાં આવી, જ્યારે તેણે 1993માં સ્ટારડસ્ટ મેગેઝિન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યો હતો. એ જ સમયે નિર્દેશક રાજકુમાર સંતોષીએ ફિલ્મ ‘ચાઈના ગેટ’માં મમતાને મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરી હતી. શરૂઆતના મતભેદો પછી સંતોષી મમતાને ફિલ્મમાંથી બહાર કરવા માગતા હતા. રિપોર્ટ્સ અનુસાર અંડરવર્લ્ડનું દબાણ વધ્યા બાદ તેને ફિલ્મમાં રાખવામાં આવી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને બાદમાં મમતાએ પણ સંતોષી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
આ મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા
- પહેલા અખાડાએ અરજી કરવાની રહેશે. સંન્યાસીને દીક્ષા આપીને સંત બનાવે છે. તે મુંડન કરાવે છે અને પછી નદીકિનારે સ્નાન કરે છે. પત્ની, બાળકો સહિત પરિવારનું પિંડદાન કરી સંન્યાસ પરંપરા અનુસાર વિજય હવન સંસ્કાર હોય છે.
- દીક્ષા આપવામાં આવે છે. ગુરુ બનાવીને ચોટી કાપે છે. અખાડામાં દૂધ, ઘી, મધ, દહીં, સાકરથી બનેલા પંચામૃતથી પટ્ટાભિષેક હોય છે. અખાડા તરફથી ચાદર ભેટ આપવામાં આવે છે
- જે અખાડાના મહામંડલેશ્વર બને છે, એમાં પ્રવેશ હોય છે. સાધુ, સંત, સામાન્ય લોકો અને અખાડાના પદાધિકારીઓને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે.
- ઘરેથી સંબંધ પૂરો કરવાનો હોય છે. સંન્યાસ દરમિયાન ભેગું કરેલું ધન જનહિત માટે આપવાનું હોય છે. પોતાનો આશ્રમ, સંસ્કૃત વિદ્યાલય, બ્રાહ્મણોને નિઃશુલ્ક વેદની શિક્ષા આપવાની હોય છે.
જાણો એ અખાડા વિશે, જ્યાંથી મમતા બનશે મહામંડલેશ્વર વર્ષ 2015માં એક્ટિવિસ્ટ અને કિન્નરોના લીડર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ કિન્નર અખાડાની સ્થાપના કરી. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ પોતાના સાથીઓની સાથે કિન્નર સમાજને મુખ્યધારા સાથે જોડવા માટે એની શરૂઆત કરી. કિન્નર અખાડા બનાવવા પાછળનો તર્ક આપે છે કે કિન્નરોને સમાજમાં સન્માન અપાવવા માટે આ અખાડાની શરૂઆત કરી.
TOPIC: મહાકુંભ લાઈવ