5 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
સુમોના ચક્રવર્તીએ લગભગ 18 વર્ષ પહેલા એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે ‘બડે અચ્છે લગતે હૈં’, ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’, ‘ધ કપિલ શર્મા શો’ જેવા ઘણાં શોમાં કામ કર્યું છે. આમ હોવા છતાં, તેમને એક સમયે બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો.
દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં સુમોનાએ જણાવ્યું હતું કે, વાસ્તવિક જીવનમાં તે અંતર્મુખી સ્વભાવની છે, જેના કારણે તેને કામ નથી મળ્યું. જો કે, નીના ગુપ્તાથી પ્રેરિત થઈને, તે હવે કોઈ પણ સંકોચ વિના લોકોને કામ માટે પૂછે છે. તમને જણાવી દઈએ કે, સુમોના ટૂંક સમયમાં ‘ખતરો કે ખિલાડી 14’માં સ્પર્ધક તરીકે જોવા મળશે. વાતચીતના કેટલાક મુખ્ય અંશો વાંચો:
સુમોના ચક્રવર્તીની વર્કઆઉટ અને ફિટનેસ જર્ની 2011થી ચાલી રહી છે
‘KKK’ ને પ્રથમ નકાર્યા બાદ આ વખતે સંમત કેમ થઈ?
‘વાસ્તવમાં, આ શો અગાઉ પણ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ મારા જૂના કામની પ્રતિબદ્ધતાઓને કારણે, હું સંમત થઈ શકી નહીં. આ વખતે મારી પાસે કોઈ કામ નહોતું. મેકર્સનો સંપર્ક થતાં જ મેં તરત જ હા પાડી દીધી.’
શો માટે પોતાને કેટલી ફિટ માને છે? મારી વર્કઆઉટ અને ફિટનેસ જર્ની 2011થી ચાલી રહી છે. આ શો માટે મેં માત્ર મારી કાર્ડિયો એક્સરસાઇઝ વધારી છે. બે વર્ષ પહેલા મારા ખભામાં ઈજા થઈ હતી. હવે તે જૂની ઈજા પર સંપૂર્ણ ધ્યાન છે. વેલ, તમે ગમે તેટલી શારીરિક તૈયારી કરો, વાસ્તવિકતા એ છે કે સ્ટંટ દરમિયાન માનસિક રીતે મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. હું માનસિક રીતે સ્વસ્થ છું. યોગ અને ધ્યાને મને મારા જીવનની દરેક પરિસ્થિતિને હેન્ડલ કરવાનું શીખવ્યું છે.
મારા માટે સ્વ-શિસ્ત સૌથી મહત્ત્વપૂર્ણ છે. હું દરરોજ સવારે 5.30 વાગ્યે જાગી જાઉં છું. હું 10.30 વાગ્યા સુધીમાં સૂઈ જાઉં છું. હું દરરોજ વર્કઆઉટ કરું છું. બહારનો ખોરાક બિલકુલ ખાતી નથી. શૂટિંગ દરમિયાન પણ હું ઘરનું બનાવેલું ભોજન ખાઉં છું. છેલ્લાં ઘણાં વર્ષોથી હું શિસ્તબદ્ધ જીવન જીવી રહી છું. મને ખાતરી છે કે આ શિસ્ત મને આ શોમાં આગળ વધારવામાં મદદ કરશે’.
સુમોના ચક્રવર્તીએ લગભગ 18 વર્ષ પહેલા એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી
શું કારણ છે કે હવે તણે લોકો પાસે કામ માગી રહ્યા છો? ‘મારી પ્રોફેશનલ લાઈફમાં મારે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ખરેખર, મને મારી જાતમાં જ સીમિત રહેવું, કોઈની સાથે ખૂલીને વાત ન કરવી, લોકો સાથે સહેલાઈથી ભળવું નહીં અને ઓછું બોલવું ગમતું. મારા અંતર્મુખી સ્વભાવ પર કાબૂ મેળવવાનો સૌથી મોટો પડકાર હતો. મને કામ ન મળી શક્યું. મને યાદ છે કે પહેલા મને પેજ-3 પાર્ટી માટે ઘણા આમંત્રણો મળતા હતા. પણ હું ન ગઈ. હું નકલી ન હોઈ શકું.
મને વાત કરવી ગમે છે પણ તેની સાથે જેની સાથે હું થોડી બૌદ્ધિક વાતચીત કરી શકું. લોકોને મળવાને બદલે, હું મારી જાતને પુસ્તકો વાંચવામાં, એકલ મુસાફરીમાં, સંગીત સાંભળવામાં વ્યસ્ત રાખતી હતી. પરંતુ આ સ્વભાવને કારણે લોકોએ મારી પાસે આવવાનું બંધ કરી દીધું. કામ મળવાનું બંધ થઈ ગયું. તેથી, હવે મેં નેટવર્કિંગ શરૂ કર્યું છે.’
‘હું લોકોને આગળ કહું છું કે, હું તમારી સાથે કામ કરવા માગુ છું. પહેલા આ બધું કરવામાં બહુ સંકોચ થતો હતો, પણ હવે નહીં. છેલ્લા 2-3 વર્ષથી હું કામ માગવામાં શરમાતી નથી. મને આ પ્રેરણા નીના ગુપ્તાજી પાસેથી મળી છે. આટલા વર્ષોનો અનુભવ હોવા છતાં તે સોશિયલ મીડિયા પર કામ માગી શકે છે, તો હું કેમ નહીં? લોકો માને છે કે મને અભિમાન છે. અથવા મારી પાસે કામ માટે સમય નથી. પણ એવું બિલકુલ નથી. લોકોએ વિચારસરણી બદલવી પડશે. હવે મેં ડિરેક્ટર, ક્રિએટિવ ડિરેક્ટર, દરેકને મેસેજ કરવાનું શરૂ કર્યું છે. મને મારી પ્રતિભા પર પૂરો વિશ્વાસ છે.’
સુમોનાએ સલમાન ખાનની ફિલ્મ ‘કિક’માં પણ કામ કર્યું છે
ભવિષ્યમાં કેવા પ્રકારના કોન્સેપ્ટ સાથે જોડાવા માગે છે
‘હું દરેક પ્રકારનું કામ કરવા માગુ છું પરંતુ થ્રિલર મારો ફેવરિટ જોનર છે. અંગત રીતે, મને ખૂન-ગુનાની શ્રેણી જોવી ગમે છે. હવે હું પડદા પર વિલનનો રોલ કરવા માગુ છું. બાય ધ વે, રણબીર કપૂરે ફિલ્મ ‘એનિમલ’માં જે કામ કર્યું હતું તેવું જ કંઈક કરવાની ઈચ્છા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, મારા માટે એક છબી વિકસિત થઈ છે. હું તેને તોડવા માંગુ છું.’