2 કલાક પેહલા
- કૉપી લિંક
અંકિતા લોખંડેના પતિ વિકી જૈનને બિગ બોસના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. વિકી ઘરની બહાર આવતાંની સાથે જ પાર્ટી કરતો જોવા મળ્યો હતો. વિકી શોના પૂર્વ સ્પર્ધકો આયશા ખાન, ઈશા માલવિયા અને સના રઈસ ખાન સાથે જોવા મળ્યો હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અંકિતા બિગ બોસના ઘરમાં છે. ઘરમાં રહીને તે પોતાના પતિ પ્રત્યે અસુરક્ષિત બની રહી છે.

‘હું ઘરના CCTV ફૂટેજ ચેક કરીશ’ – અંકિતા લોખંડે
અંકિતા બિગ બોસની બહાર જઈને તેના ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની યોજના બનાવી રહી છે. તે જાણવા માંગે છે કે, તેની ગેરહાજરીમાં પાર્ટીમાં કોણ આવ્યું હતું. તાજેતરના એપિસોડમાં, અંકિતા ઊભી થઈ અને ‘ગુડ મોર્નિંગ વિક્કુ’ બોલી. આ સાંભળીને અભિષેક કુમારે કહ્યું- ‘પાર્ટી કર્યા પછી તે હવે સૂઈ જતો હશે.’ અંકિતા અભિષેક સાથે સંમત થઈ અને જવાબ આપ્યો – ‘મને પણ લાગે છે કે તે ઘણી પાર્ટી કરી રહ્યો હશે.’

‘મારા ઘરે કોઈને આવવાની પણ પરવાનગી નથી. હું પાછી જઈશ અને તમામ 5 દિવસનું રેકોર્ડિંગ જોઈશ કે, કોણ કોણ આવ્યા હતા.’ મન્નરા ચોપરાએ અંકિતાને પૂછ્યું કે ‘શું તે ખરેખર ફૂટેજ ચેક કરશે?’ અંકિતાએ જવાબ આપ્યો- ‘જો મને કોઈ શંકા જશે તો હું કરીશ.’

વિકીએ તાજેતરમાં જ મિત્રો અને ભૂતપૂર્વ સ્પર્ધકો એશા માલવીયા, આયેશા ખાન અને સના રઈસ ખાન સાથે ફન હાઉસ પાર્ટી આપી હતી. પાર્ટીની તસવીરો વિકી અને અંકિતાના ઘરે ક્લિક કરવામાં આવી હતી, હવે આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વિક્કીની બહેન ખુશી જૈન ઈશા અને સના સાથે ફોટો પડાવતી જોવા મળી હતી. મન્નારા, અંકિતા, મુનવ્વર ફારુકી, અરુણ માશેટ્ટી અને અભિષેક કુમાર બિગ બોસના ફિનાલેમાં પહોંચી ગયા છે.
તમને જણાવી દઈએ કે, બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ છે. આ વખતે ગ્રાન્ડ ફિનાલે 6 કલાકની હશે. ગ્રાન્ડ ફિનાલેનો સમય સાંજે 6 વાગ્યાથી મધરાત 12 સુધીનો છે.

‘મેકર્સ ઈચ્છે છે કે અંકિતા જીતે’ – અંકિતા લોખંડે
દર્શકોનું માનવું છે કે, બિગ બોસે જાણીજોઈને વિકીને ઘરની બહાર ફેંકી દીધો છે. કારણ કે મેકર્સ ઈચ્છે છે કે અંકિતા જીતે. જો વિકી ઘરમાં રહે તો તેમના મતો એકબીજામાં વહેંચાઈ જશે. વિકીના બહાર નીકળ્યા પછી અંકિતાને તમામ વોટ મળશે. આ વિચારીને મેકર્સે શોના માસ્ટરમાઇન્ડને ઘરની બહાર ફેંકી દીધો. લોકો કહે છે કે આ મેકર્સનો પ્લાન છે જેથી તેઓ અંકિતાને જીતી શકે.
તમને જણાવી દઈએ કે દર્શકોના ઓછા વોટના કારણે વિક્કીને ઘર છોડવું પડ્યું હતું. હવે અભિષેક, મુનવ્વર, અંકિતા, અરુણ અને મન્નારા ફિનાલેમાં પહોંચી ગયા છે.