- Gujarati News
- Entertainment
- After Losing His Battle With Cancer At The Age Of 57, He Worked In Several Films Including Golmaal Partner And The Kapil Sharma Show.
53 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું સોમવારે સાંજે નિધન થયું. તેઓ 57 વર્ષની વયે કેન્સર સામે લડાઈ હાર્યા. મરાઠી એક્ટર જયવંત વાડકરે સોમવારે સાંજે તેમના નિધનની માહિતી આપી હતી. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, અતુલ મરાઠી ડ્રામા ‘સૂર્યાચી પિલ્લઈ’માં કામ કરવાના હતા.
આ માટે તે તેમની સાથે રિહર્સલ કરી રહ્યા હતા, તે દરમિયાન તેની તબિયત લથડી હતી. જયવંતે જણાવ્યું કે, અતુલને પાંચ દિવસ પહેલાં ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ દિવસોમાં અતુલ મુંબઈમાં તેના મરાઠી નાટકના સ્ટેજ શો કરી રહ્યા હતા.
અતુલ પરચુરે બોલિવૂડમાં ‘ગોલમાલ’, ‘પાર્ટનર’, ‘ક્યોં કિ’ અને ‘આવારાપન’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ કપિલ શર્માના શોમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે મરાઠી સ્ટેજ પર પોતાના અભિનયથી ધૂમ મચાવી હતી. અતુલે મરાઠી ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
કેન્સર વિશે માહિતી આપ્યા બાદ અતુલે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાથેનો પોતાનો આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેમના પર કેન્સરની સારવારની અસર સ્પષ્ટ જોવા મળતી હતી.
2022માં થયું હતું કેન્સર અતુલ 2022થી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું- ‘વર્ષ 2022માં હું ફેમિલી વેકેશનમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ગયો હતો. ત્યાંથી પાછા ફર્યા પછી મારી તબિયત બગડી. હું કંઈ પણ બરાબર ખાઈ શકતો ન હતો. પછી તપાસ કરાવ્યા પછી ખબર પડી કે મને કેન્સર છે.’
અતુલે તેની ન્યૂઝીલેન્ડ ટ્રીપનો આ ફોટો તેની પુત્રી સાથે શેર કર્યો હતો. કેન્સરનું નિદાન થયા પછી, તેમનું વજન ખાસ્સું એવું ઘટી ગયું હતું.
લિવરમાં 5 સેમી કેન્સરની ગાંઠ મળી અતુલે આગળ કહ્યું હતું, ‘જ્યારે મારી સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે મેં ડોક્ટરની આંખમાં ડર જોયો. તેને જોઈ હું તરત જ સમજી ગયો કે કંઈક ગડબડ છે. મને કહેવામાં આવ્યું કે મારા લિવરમાં 5 સેન્ટિમીટર લાંબી ગાંઠ છે, જે કેન્સરની હતી. શરૂઆતમાં મેં ખોટો ઈલાજ કરાવી લીધો. આવી સ્થિતિમાં સારવાર દરમિયાન મારી તબિયત સારી થવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ. મારા માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું.’
ફિલ્મ ‘આવારાપન’ના એક દૃશ્યમાં અતુલ પરચુરે.
આવી હાલતમાં દોઢ મહિનો રાહ જોવી પડી ડૉક્ટરોએ મને દોઢ મહિનો રાહ જોવાનું કહ્યું હતું. ડૉક્ટરોએ કહ્યું કે, જો તે હવે સર્જરી કરશે તો મને કમળો થશે અને મારા લિવરમાં પાણી ભરાઈ જશે. આ પછી હું કદાચ બચી ન શકું. બાદમાં મેં ડૉક્ટરો બદલ્યા. યોગ્ય દવાઓ અને કીમોથેરાપી દ્વારા મારી સ્થિતિ સુધરી. હવે આવનારા થોડા દિવસોમાં ખબર પડશે કે મારી હાલત કેટલી સારી છે.’
કોમેડિયન કપિલ શર્મા સાથે અતુલ.
કપિલની ટીમે સંપર્ક કર્યો હતો આ ઈન્ટરવ્યુમાં અતુલે એ પણ જણાવ્યું હતું કે, આ દરમિયાન કપિલની ટીમે પણ તેનો સંપર્ક કર્યો હતો. નિર્માતાઓ ઇચ્છતા હતા કે તે શોમાં સુમોનાના પિતાની ભૂમિકા ભજવે પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે તે વધુ કામ કરી શક્યા ન હતા.
બાળપણની તસવીરોમાં અતુલ, નાનપણથી જ સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરૂ કરી દીધું હતું.
ઘણી ફિલ્મોમાં કોમિક ભૂમિકાઓ ભજવી છે અતુલે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ‘આરકે લક્ષ્મણ કી દુનિયા’થી કરી હતી. તેણે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ’માં ધોંડુની ભૂમિકા ભજવી હતી. તે ઈમરાન હાશ્મી સ્ટારર ‘આવારાપન’માં પણ જોવા મળ્યા હતા.