39 મિનિટ પેહલા
- કૉપી લિંક
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લોપ થવાને કારણે ફિલ્મ પ્રોડ્યુસ કરતી પ્રોડક્શન કંપનીએ પોતાની ઓફિસ વેચવી પડી હતી. આ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં કોરિયોગ્રાફર બનેલા નિર્દેશક અહેમદ ખાને જણાવ્યું કે અક્ષય કુમાર તેમની અસફળતામાંથી કેવી રીતે બહાર આવે છે.
અહેમદ ખાને આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, અક્ષય સરને સફળતા કે નિષ્ફળતાની પરવા નથી. તે પોતાની નિષ્ફળતાઓ વિશે ક્યારેય કહેતા નથી. તે માત્ર એટલું જ ધ્યાન રાખે છે કે તેમણે ફિલ્મમાં પોતાનું 100 ટકા આપ્યું કે નહીં. તે ખૂબ જ સમયના પાબંદ છે.
તેઓ શૂટિંગ માટે ક્યારે પણ મોડા આવતા નથી. સવારે ની શિફ્ટ દરમિયાન મને 6.30 વાગ્યે ફોન આવ્યો કે અક્ષય સર આવી ગયા છે. તેમણે ક્યારેય અમને રાહ જોવડાવી નથી. જો ક્યારેય અમે મોડા પહોંચ્યા તો તેઓ ક્યારે પણ ગુસ્સો થયા નથી. એવું ક્યારે પણ લાગવા દીધું નથી લે અમે તેમને રાહ જોવડાવી છે.
અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી ફિલ્મો કરે છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી નથી કરી રહી. અહેમદ ખાને કહ્યું- લોકોને લાગે છે કે અક્ષય સર પૈસા માટે ફિલ્મો કરે છે, જ્યારે એવું નથી. શા માટે તેમને પૈસાની જરૂર છે? કામ કરવું એ તેમનો શોખ છે. તેઓ કહે છે કે દરેક ફિલ્મ એવી રીતે કરો કે જાણે તે તમારી કરિયરની છેલ્લી ફિલ્મ હોય.
અક્ષય કુમારની અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો પર નજર કરીએ તો તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી નથી. 350 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મે માંડ 59.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના નિર્માતા વાશુ ભગનાનીએ ફાઇનાન્સર્સને લગભગ 250 કરોડ રૂપિયાની લોન ચૂકવવા માટે ઓફિસ વેચી દીધી છે.
નોંધનીય છે કે, અહમદ ખાન અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, રવિના ટંડન, દિશા પટણી, લારા દત્તા, જેક્લિન ફર્નાન્ડીઝ, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, આફતાબ શિવદાસાની, પરેશ રાવલ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.