5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આ દિવસોમાં છૂટાછેડાની અફવાઓ વચ્ચે ચર્ચામાં છે. બંને છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી. તાજેતરમાં ઐશ્વર્યા ફરી એકવાર અભિષેક વગર જોવા મળી છે. ઐશ્વર્યાનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે દીકરી આરાધ્યા અને કેટલાક ફેન્સ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
ખરેખર, તાજેતરમાં જ ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે રજાઓ ગાળવા ન્યૂયોર્ક ગઈ હતી. અહીં પણ અભિષેક તેની સાથે હાજર નહોતો. જ્યારે ઐશ્વર્યા રજાઓ બાદ મુંબઈ પાછી આવી ત્યારે ચાહકોએ એરપોર્ટ પર તેની સાથે તસવીરો ક્લિક કરી હતી.
ફેન્સ સાથે ઐશ્વર્યા અને આરાધ્યાનો આ ફોટો વાયરલ થયો છે.
ફોટા જોઈને યુઝર્સે કહ્યું- આ સ્મિત પાછળ કેટલું દુ:ખ છે?
ઐશ્વર્યાના વાઇરલ ફોટા પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ સ્મિત પાછળ કેટલું દુ:ખ છુપાયેલું છે તે કોઈ નથી જાણતું. એક યુઝરે લખ્યું, ફોટો સારો છે પણ શું આરાધ્યા સ્કૂલ નથી જતી?
ન્યૂયોર્કમાં વેકેશન દરમિયાન ઐશ્વર્યાનો ફેન્સ સાથેનો ફોટો વાઇરલ થયો હતો.
આ પહેલા પણ ઐશ્વર્યાનો ન્યૂયોર્કમાં વેકેશન મનાવવાનો ફોટો વાઇરલ થયો હતો, જેને જોઈને યુઝર્સે લખ્યું હતું કે, શું અભિષેક નથી આવ્યો?
અનંત અંબાણીના લગ્નમાં પણ સાથે જોવા મળ્યા ન હતા
અનંત અંબાણીના લગ્નમાં પણ ઐશ્વર્યા ક્યારેક એકલી તો ક્યારેક દીકરી આરાધ્યા સાથે જોવા મળી હતી. આ લગ્નમાં અભિષેકે તેના પિતા અમિતાભ બચ્ચન, માતા જયા બચ્ચન અને બહેન શ્વેતા સાથે હાજરી આપી હતી.
અનંત-રાધિકાના લગ્નમાં ઐશ્વર્યા-આરાધ્યા.
દરમિયાન, અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા વિશેની એક પોસ્ટ લાઇક કરી હતી, જેના કારણે અટકળો શરૂ થઈ હતી કે બંને વચ્ચે કંઈક સારું નથી ચાલી રહ્યું. અભિષેક અને ઐશ્વર્યાએ 2007માં લગ્ન કર્યા હતા. 2011માં બંને દીકરી આરાધ્યાના માતા-પિતા બન્યા હતા.