3 કલાક પેહલા
- કૉપી લિંક
ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવાને કારણે ચર્ચામાં છે. જ્યારે તે રેડ કાર્પેટ પર પહોંચી ત્યારથી ઐશ્વર્યાનો લુક ચર્ચામાં છે, જો કે, તેના લુકની સાથે તેના હાથ પર બાંધેલા પાટાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે જો તાજેતરના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછા ફર્યા બાદ ઐશ્વર્યા તેના કાંડાની સર્જરી કરાવશે.
હિંદુસ્તાન ટાઈમ્સના તાજેતરના અહેવાલ મુજબ, ઐશ્વર્યા રાય તેના જમણા કાંડા પર સર્જરી કરાવવાની છે. થોડા અઠવાડિયા પહેલા ઐશ્વર્યાનું કાંડું ક્રેક થયું હતું. તેમ છતાં, તેણે કાન જવાનું આમંત્રણ સ્વીકાર્યું અને સંપૂર્ણ તૈયારી સાથે ઉત્સવનો ભાગ બની. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય હાથ પર પાટો બાંધેલી જોવા મળી હતી. રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ઐશ્વર્યા રાયની સર્જરી આવતા અઠવાડિયે થશે.
ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે મુંબઈ પાછી ફરી
બે દિવસ કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ રહ્યા બાદ ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે મુંબઈ પરત ફરી છે. તે રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
ઐશ્વર્યાનો રેડ કાર્પેટ લુક ચર્ચામાં રહ્યો હતો
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલ 2024નો ભાગ બની છે. ફેસ્ટિવલના ગાલા ઈવેન્ટના રેડ કાર્પેટ પરથી ઐશ્વર્યાના બે લુક્સ સામે આવ્યા હતા. પહેલા દિવસે તેણે ફાલ્ગુની અને શેન પીકોક ગાઉન પહેર્યું હતું. ગોલ્ડન ડિટેલિંગવાળા બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં ઐશ્વર્યાનો લુક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

બીજા દિવસે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેણે સિલ્વર અને પીરોજ બ્લુ ટ્રેલ ગાઉન પહેર્યો હતો. મિનિમલ જ્વેલરી અને ખુલ્લા વાળમાં ઐશ્વર્યાનો લુક ચર્ચામાં હતો. ઐશ્વર્યા રાય 2002 થી કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ છે.
