- Gujarati News
- Entertainment
- Ajay Devgan’s Daughter’s Video Of Her Dancing Goes Viral, Users Said ‘Raveena’s Daughter Is Better Than Nisa’s’
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
અજય દેવગન અને કાજોલની દીકરી નિસા દેવગન અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લથડિયું ખાતી દેખાઈ રહી છે. આ દરમિયાન ઓરી પણ તેની સાથે છે. વીડિયો જોયા બાદ ફેન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ ન્યાસાની સરખામણી રવીના ટંડનની પુત્રી રાશા સાથે પણ કરી હતી.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નિસા દેવગન કોઈ ફંક્શનમાંથી બહાર આવી રહી છે, જ્યારે તેનો બેસ્ટ ફ્રેન્ડ ઓરી પણ તેને ફોલો કરી રહ્યો છે. આ દરમિયાન નિસા ઘણી વખત લથડિયું ખાતી જોવા મળી હતી. આટલું જ નહીં, એક વખત તેને વ્યવસ્થિત ઊભા રહેવા થાંભલાનો સહારો પણ લેવો પડ્યો હતો.
અજય દેવગનની દીકરી નિસા દેવગનને પાર્ટી કરવી ખૂબ ગમે છે. તે ઘણીવાર તેના મિત્રો સાથે પાર્ટીઓમાં જાય છે.નિસા દેવગણે પાર્ટીમાં આછા ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો. આ શરારા સૂટમાં નિસા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ લુકને પૂર્ણ કરવા માટે બોલ્ડ મેકઅપનો વિકલ્પ પસંદ કર્યો હતો. ગઈકાલે રાત્રે, નિસાને ઓરી સાથે એક ઇવેન્ટ છોડીને જતી જોવામાં આવી. ડ્રેસ જોઈને સ્પષ્ટ થઈ ગયું કે તે કોઈ મ્યુઝિકલ નાઈટ પાર્ટી હશે. નીસા બહાર આવતાની સાથે જ તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ઊંઘતી દેખાતી હતી. નીસાના ચહેરા પર પ્રકાશ પડતાની સાથે જ તે ઊંઘમાં હોય તેવું લાગ્યું. તેની આંખો વારંવાર બંધ થઈ રહી હતી અને તે ખૂબ થાકેલી પણ દેખાતી હતી
નિસાના આ વાયરલ વીડિયો પર યુઝર્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, નિસાએ દારૂ પીધો છે તેથી તે લથડિયા ખાઈ રહી છે. એક યુઝરે લખ્યું, ‘તે હંમેશા નશામાં રહે છે.’, બીજાએ કહ્યું, ‘રાશા તેના કરતા વધુ સારી અને સુંદર છે.’, ત્રીજાએ લખ્યું, ‘રાશા શ્રેષ્ઠ છે.’ જ્યારે કેટલાકે લખ્યું કે, ‘તે હંમેશા નશામાં રહે છે.’
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કાજોલની પુત્રી નિસા દેવગનનો વીડિયો વાઈરલ થયો હોય. આ પહેલા પણ તેના આવા વીડિયો સામે આવ્યા છે.
આ પહેલા પણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નિસાનો આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, તેમાં જોઈ શકો છો કે ઓરી અને ન્યાસા એક હોટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તે વખતે ન્યાસાના હાવભાવ અને તેની ચાલવાની રીત જોઈને, લોકો તેને ખૂબ ટ્રોલ કરી હતી. ટિપ્પણી કરતા, યુઝર્સે કહ્યું હતું કે, તે હંમેશા નશામાં રહે છે.’ એકે લખ્યું, ‘શું તે હંમેશા પીવે છે કે શું?’ એક લખ્યુ હતું કે, ‘તેની બોડી લેંગ્વેજ તો જુઓ દોસ્ત.’