2 કલાક પેહલા
- કૉપી લિંક
સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તો બીજી તરફ ફિલ્મ ‘ભુલ ભૂલૈયા’ પણ આ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે.
‘સિંઘમ અગેઈન’ ફિલ્મમાં રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સના ત્રણેય હીરો અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં છે.
બીજી તરફ, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી ફિલ્મ ‘ભુલ ભૂલૈયા’ 3 માં મુખ્ય ભૂમિકામાં છે. વિદ્યા બાલન પણ મંજુલિકાના રોલમાં જોવા મળશે.
રોહિત શેટ્ટીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું- સિંહ આતંક મચાવે છે, ઘાયલ સિંહ વિનાશનું કારણ બને છે! આ દિવાળીએ થિયેટરોમાં ફરી મળીશું..
અજયે પહેલેથી જ સંકેત આપી દીધો હતો
અજય દેવગને ગયા ગુરુવારે જ આ વાતની પુષ્ટિ કરી હતી. આગામી ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અજયને ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ વિશે પૂછવામાં આવ્યું હતું.
તેના પર તેમણે કહ્યું હતું કે, ‘મને ફિલ્મની રિલીઝ ડેટ વિશે કંઈ ખબર નથી. જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તે હજુ પૂર્ણ થયું નથી. અમુક શૂટિંગ બાકી છે. તેથી અમને કોઈ ઉતાવળ નથી કારણ કે ઉતાવળમાં કામ બગડી જાય છે. જ્યારે અમે તૈયાર થઈશું, ત્યારે અમે રિલીઝ કરીશું.’
ફિલ્મમાં અર્જુન કપૂર વિલનના રોલમાં હશે
કોપ યુનિવર્સનાં ત્રણેય રોલ સાથે ફરી સિંઘમ બનાવવામાં આવશે
સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સના ત્રણેય હીરો એકસાથે જોવા મળશે. તેમના કોપ યુનિવર્સમાં ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘સૂર્યવંશી’ અને ‘સિમ્બા’ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘સિંઘમ’ હતી જે 2011માં રિલીઝ થઈ હતી.
જેમાં અજય દેવગને પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમની ભૂમિકા ભજવી હતી. તેની સિક્વલ ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’ 2014માં રિલીઝ થઈ હતી.
આ કોપ યુનિવર્સની બીજી ફ્રેન્ચાઈઝી ‘સિમ્બા’ હતી, જેમાં રણવીર સિંહે ઈન્સ્પેક્ટર સંગ્રામ ભાલેરાવની ભૂમિકા ભજવી હતી. 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમારે ડીસીપી વીર સૂર્યવંશીની ભૂમિકા ભજવી હતી. ‘સિંઘમ અગેન’ પહેલા રોહિતના કોપ યૂનિવર્સના ત્રણેય અધિકારીઓ ‘સૂર્યવંશી’માં સાથે જોવા મળ્યા હતા.
‘ભુલ ભૂલૈયા’ ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મો હિટ રહી હતી આ પહેલા ‘ભુલ ભૂલૈયા’ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. અક્ષય કુમાર, શાઇની આહુજા, રાજપાલ યાદવ, પરેશ રાવલ અને વિદ્યા બાલન જેવા કલાકારો 2007માં રિલીઝ થયેલી ‘ભુલ ભૂલૈયા’માં જોવા મળ્યા હતા. પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે 83 કરોડનો બિઝનેસ કર્યો હતો. તે વર્ષની 8મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.
બીજો પાર્ટ ‘ભુલ ભૂલૈયા 2’ વર્ષ 2022 માં રિલીઝ થયો, જેણે વિશ્વભરમાં 266 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ ફિલ્મમાં અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યન હતો. તેનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું હતું. કાર્તિક ઉપરાંત કિઆરા અડવાણી અને તબ્બુ લીડ રોલમાં જોવા મળી હતી.