27 મિનિટ પેહલા
- કૉપી લિંક
અજય દેવગન પોતાની ફિલ્મ ‘સિંઘમ 3’ સાથે તૈયાર છે. આ દિવાળીએ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ બધા વચ્ચે સુપરસ્ટાર પોતાની ટીમ સાથે દિલ્લી પહોંચી ગયો છે.
સિંઘમ 3ના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને હિરોઈન કરીના કપૂર પણ અજય સાથે દિલ્લી આવી છે. બધા દિલ્લીમાં દશેરાનો તહેવાર મનાનવા પહોંચ્યાં છે
ત્રણેય સ્ટાર મળીને આજે રાત્રે દિલ્લીના લાલ કિલ્લા મેદાનમાં રાવણદહન કરશે. આ સાથે બુરાઈ પર ભલાઈની જીતનો સંદેશ દુનિયામાં મોકલાશે
દિવાળીના ખાસ અવસર પર રિલીઝ થઈ રહેલી ‘સિંઘમ 3’માં આ વખતે રામાયણ સાથે જોડાયેલી વાર્તા દર્શાવવામાં આવશે. આ વખતે અજય દેવગનનું પાત્ર બાજીરાવ સિંઘમ પોતાની પત્ની અવની(કરીના કપૂર)ને બચાવવા શ્રીલંકા જશે
સિંઘમને પોતાની સીતા રૂપી અવનિને બચાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેમાં તેનો સાથ સિમ્બા, સૂર્યવંશી, શક્તિ શેટ્ટી અને અન્ય આપશે