મુંબઈ31 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી, અરુણિમા શુક્લા
- કૉપી લિંક
સોશિયલ મીડિયા કેટલીકવાર આપણને જૂના સંભારણા યાદ કરાવી દે છે. અમારી સાથે પણ બરાબર એવું જ થયું. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ રીલમાં ચંદ્રકાંતાનો ક્રૂર સિંહ જોવા મળ્યો હતો. અખિલેન્દ્ર મિશ્રાએ આ રોલને સિલ્વર સ્ક્રીન પર એવા અદ્ભુત અભિવ્યક્તિઓ સાથે રજૂ કર્યો હતો કે લોકો તેમને અસલી જીવનમાં વિલન માનવા લાગ્યા. આજની સ્ટ્રગલ સ્ટોરીમાં અમે તેમની વાર્તાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.
દરેક સ્ટારની સ્ટ્રગલની કહાની અલગ-અલગ હોય છે. અખિલેન્દ્ર મિશ્રાનો સંઘર્ષ પણ અન્ય સ્ટાર્સની સરખામણીએ અલગ હતો. મુંબઈ જેવા શહેરમાં તેમને ભૂખ્યા તો ન રહેવું પડ્યું. પરંતુ થિયેટર અને ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાના સંઘર્ષે ઘણી વખત તેમના જુસ્સાને તોડવાનો પ્રયાસ કર્યો. આમ છતાં તેઓ ક્યારે પણ અટક્યા નહીં.
લગભગ 2 વાગ્યે અમારી ટીમ અખિલેન્દ્ર મિશ્રાના ઘરે પહોંચી હતી. તેમણે અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. થોડી ઔપચારિકતાઓ પછી અમે ઇન્ટરવ્યૂ શરૂ કર્યો હતો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/1_1706441336.png)
તમારા બાળપણના દિવસો કેવા હતા?
આ સવાલનો જવાબ આપતા કહ્યું, ‘મારો જન્મ બિહારના સિવાન જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. દરેક બાળકની જેમ મારું પણ બાળપણ ખૂબ જ સુંદર હતું. અમે કુલ દસ ભાઈ-બહેન હતા. પિતા કેન્દ્ર સરકારના કસ્ટમ એક્સાઇઝ વિભાગમાં નોકરી કરતા હતા. તેમનું પોસ્ટિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું રહેતું હતું. આવી સ્થિતિમાં ભાઈ-બહેનો પણ અલગ-અલગ શાળાઓમાં ભણ્યા છે.’
‘જ્યારે મારા પિતા મહુઆમાં પોસ્ટેડ હતા ત્યારે મારી સ્કૂલ જવાની મારી ઉંમર થઈ ગઈ હતી. મારો સ્કૂલમાં પ્રવેશ થાય તે માટે તેમના પરિચિતોનો સંપર્ક કર્યો. તેમાંથી કોઈએ ગુરુદેવજીના ગુરુકુળ વિશે જણાવ્યું. તેમની સલાહને અનુસરીને મારા પિતાએ મને ત્યાં પ્રવેશ અપાવ્યો અને આ રીતે હું ગુરુદેવના માર્ગદર્શન હેઠળ આવ્યો.’
‘દરરોજ સવારે હું અને કેટલાક બાળકો ગુરુકુળ પહોંચી જતા. ત્યાં કચરા પોતા કર્યા બાદ અમે ગુરદેવને જગાડતા હતા કારણ કે, તેઓ લકવાગ્રસ્ત હતા. પછી તેમની દિનચર્યા પૂરી કરીને અમે બધા ભણવા બેસી જતા. હું અહીં લગભગ સાડા ચાર વર્ષ ભણ્યો છું. પછી પિતાની બદલી થઈ ગઈ હતી.’
‘એ ગુરુકુળમાં ભણવાની અસર એટલી ઊંડી હતી કે એ પછી મને 5મા ધોરણમાં સીધો પ્રવેશ મળ્યો. અંતે આખો પરિવાર ગોપાલગંજ આવ્યો. અહીં મેં આગળનું શિક્ષણ છાપરા જિલ્લા સ્કૂલમાંથી કર્યું. ત્યારબાદ 1982માં છપરા રાજેન્દ્ર કોલેજમાંથી ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હતું.’
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/comp-1-471706245728_1706441354.gif)
તમે એક્ટિંગમાં કેવી રીતે જોડાયા?
અખિલેન્દ્ર કહે છે, ‘મેં બાળપણથી અભિનય શરૂ કર્યો હતો. અમારા ગામમાં દુર્ગાપૂજા વખતે બે નાટક થતાં હતાં, એક હિન્દીમાં અને બીજું ભોજપુરીમાં. રજાઓમાં અમે બધા પિતરાઈ ભાઈઓ ત્યાં ભેગા થતા.
એકવાર એક નાટકમાં નાનકડા બાળકની જરૂર હતી, જેમાં મને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ક્ષણ મારા માટે ખૂબ જ ખુશ હતી. તે સમયે ગામમાં લાઈટ નહોતી. આ કારણોસર અમે બધા ફાનસના પ્રકાશમાં રાત્રે નાટકની તૈયારી કરતા. આ નાટક કર્યા પછી મને અભિનય સાથે એટલો લગાવ થયો કે આજ સુધી હું મારી જાતને તેનાથી અલગ કરી શક્યો નથી.’
‘બિગ બીનો બહુ જ મોટો ફેન છું’
‘હું નાનો હતો ત્યાં સુધી મારા પરિવારના સભ્યો મારા ડ્રામાનો આનંદ માણતા હતા, પરંતુ જ્યારે હું મોટો થયો ત્યારે તેઓ તેને નાપસંદ કરવા લાગ્યા. થિયેટરોમાં મૂવી જોવાની પણ મંજૂરી ન હતી. તેથી બધાથી છુપાઈને ફિલ્મો જોવા જતો હતો. તે સમયે હું અમિતાભ બચ્ચન પાછળ સૌથી વધુ ક્રેઝી હતો. નવી ફિલ્મમાં બિગ બી જેવા કપડાં પહેરતા તેવા જ કપડાં અમે બધા છોકરાઓ પૈસા ભેગા કરીને સીવડાવતાં હતા. આ પછી અમે બધા આ કપડાં વારાફરતી પહેરીને પોતપોતાની ઈચ્છા પૂરી કરતાં હતાં.’
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/13_1706441368.png)
‘જ્યારે હું મૂવી જોવા ગયો ત્યારે મારા મોટા ભાઈએ મને ખૂબ જ માર્યો’
‘છૂપી રીતે ફિલ્મો જોવા માટે મને મારા પરિવાર તરફથી ઘણી વખત મારપીટનો સામનો કરવો પડ્યો હતો. એકવાર હું ફિલ્મ જોવા ગયો. ત્યાંથી પાછા ફરતી વખતે હું ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો કે ઘરમાં કોઈને આ વાતની ખબર ન પડે. તે દિવસે ભગવાને મારી પ્રાર્થના સાંભળી. હું ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું, હાથ-પગ ધોઈને હું ભણવા બેઠો.’
‘આ વાતને થોડા દિવસ જ પસાર થયા હશે ત્યાં મોટા ભાઈના મિત્રએ તેમને કહ્યું કે હું મૂવી જોવા ગયો હતો. આ જાણ્યા બાદ મને મારા ભાઈએ ખૂબ માર માર્યો હતો.’
‘થોડા સમય પછી મેં એક્ટર બનવાનું નક્કી કર્યું. પરંતુ, સૌથી મોટી સમસ્યા એ હતી કે, મારા પરિવારને કેવી રીતે કહેવું કે હું અભિનેતા બનવા માગું છું. તે સમયે બિહાર જેવા રાજ્યમાં દરેક માતાપિતા ઇચ્છતા હતા કે તેમનું બાળક સિવિલ ઓફિસર, અથવા ડૉક્ટર અથવા એન્જિનિયર બને. આ સિવાય અન્ય કોઈ વ્યવસાયમાં જવાની સંસ્કૃતિ નહોતી. આવી સ્થિતિમાં પરિવારની સામે એક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરવી સૌથી મુશ્કેલ કામ હતું.’
‘મારા પપ્પા સામે આ બધું કહેવાની મારામાં હિંમત નહોતી. આવી સ્થિતિમાં પહેલાં મેં મારા માતાને બધું કહ્યું હતું, આ પછી માતા પિતાને બધું કહ્યું હતું. એક દિવસ તક જોઈને મેં પણ મારી લાગણી મારી માતા સમક્ષ વ્યક્ત કરી.’
‘મારી માતાને કહ્યું, ‘મા, મારે એક્ટર બનવું છે’
‘આ સાંભળીને માતાએ કહ્યું, ‘હવે એક્ટર બનશો? એન્જિનિયર બનોને’
‘થોડીવાર શાંત રહ્યા પછી, માતાએ ફરીથી પૂછ્યું ‘એક્ટર એટલે શું?’
‘મેં મારી માતાને કહ્યું, જો હું એક્ટર બનીશ તો ડોક્ટર, એન્જિનિયર એ બધું બની શકીશ.’
‘આ સાંભળીને માતાને નવાઈ લાગી. પછી તેમણે કહ્યું, ‘દીકરા, એક્ટર કેવું કામ છે જેમાં તમે બધું જ બની શકો છો?.’
‘ત્યારે મેં તેમને કહ્યું કે, એક્ટર બનીને હું બધું બની શકું છું. તેમ છતાં માતાએ કોઈ લાગણી વ્યક્ત કરી નહીં અને ત્યાંથી ચાલ્યા ગયા. થોડા સમય પછી જ્યારે મારા પિતાને ખબર પડી કે હું અભિનેતા બનવા માગુ છું, ત્યારે તેમણે ખુશીથી આ નિર્ણયને ટેકો આપ્યો હતો.’
‘ઇપ્ટામાં જોડાયો, ત્યાં સાફ-સફાઈ અને કચરા-પોતાનું કામ કર્યું’
‘આ બધા પછી મોટો પડકાર એ હતો કે, મારે અભિનયનો કોર્સ ક્યાં કરવો જોઈએ. તે સમયે FTII માં એક્ટિંગના વર્ગો બંધ હતા. આ પછી એક અભિનય નિષ્ણાતની સલાહને અનુસરીને મેં ‘ઇપ્ટા’માં જોડાવાનું મન બનાવી લીધું હતું અને તેને પૂર્ણ કરવા માટે મારે મુંબઈ આવવું પડ્યું. હું 1983માં મુંબઈ આવ્યો હતો.’
‘મુંબઈ આવ્યા પછી મને ‘ઇપ્ટા’ શોધવામાં અને તેના વિશે જાણવામાં 15 દિવસ લાગ્યા. આ પછી ત્યાં શરૂઆતના થોડા દિવસો મેં માત્ર નાટક જ જોયા. આ પછી મને બેક-સ્ટેજની સાફ-સફાઈનું કામ મળ્યું હતું. સફાઈની સાથે-સાથે ત્યાં બનતા નાટકોના રિહર્સલ ઉપર પણ હું પૂરેપૂરું ધ્યાન આપતો.તે દરેકના ડાયલોગ્સને સારી રીતે યાદ રાખતો હતો.મે દરેકની અભિવ્યક્તિ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. હું મનમાં વિચારતો હતો કે, જો હું હોત તો મેં આ રોલ આ રીતે ભજવ્યો હોત.’
‘આ કરવું મારા માટે ખૂબ જ ઉપયોગી હતું. જ્યારે પણ કોઈ કારણસર નાટકમાં પસંદ થયેલો છોકરો અંતિમ દિવસે આવી શકતો ન હતો, ત્યારે હું તે દિવસે તે ભૂમિકા ભજવતો હતો.’
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/14_1706441385.png)
’40 પૈસા બચાવવા માટે પગપાળા જ ઘણા કિલોમીટર ચાલતો હતો’
તમે મુંબઈમાં કેવી રીતે ટકી શક્યા? તેમણે કહ્યું, ‘અહીં ઘણો સંઘર્ષ થયો. માત્ર 40 પૈસા બચાવવા માટે ઘણા કિલોમીટર પગપાળા ચાલતો હતો. બાકીના 40 પૈસાથી કેળા ખરીદતો અને ખાતો. હું પરસેવાથી લથબથ થઈ જતો, પરંતુ તેમ છતાં ચાલવાનું ચાલુ રાખતો. આ પ્રકારના ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો, પરંતુ મારી હિંમત ન તૂટી. જોકે, પરિવારે મને આર્થિક રીતે ઘણો સપોર્ટ કર્યો. થોડા દિવસો પછી મેં તેમની પાસેથી ખર્ચ લેવાનું બંધ કરી દીધું.’
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/15_1706441398.png)
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/16_1706441410.png)
‘સલમાન રાત્રે પણ જીમ કરતો હતો’
‘વીરગતિ’ ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આ સવાલના જવાબમાં કહે છે, ‘ટીવી શો ચંદ્રકાંતામાં સુરેન્દ્ર પાલ સાથે કામ કર્યું હતું. એક દિવસ તે મને ડિરેક્ટર કે.કે.સિંઘને મળવા લઈ ગયા હતા. જોકે, બંને મોટાભાગે વાતચીત કરતા રહ્યા હતા. પરંતુ, જતી લેતી વખતે કે.કે.સિંહે મને ખૂબ જ ઉષ્માપૂર્વક વિદાય આપી અને મને જલદી મળવાની ઈચ્છા વ્યક્ત કરી. અમે થોડા દિવસો પછી ફરી મળ્યા. આ મીટિંગ દરમિયાન તેણે મને કહ્યું – ‘વીરગતિ ફિલ્મમાં સલમાન ખાનની સામે તને વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે. આ રીતે હું આ ફિલ્મનો ભાગ બન્યો.’
‘શૂટિંગની વાત કરીએ તો સેટ પર કામ કરવાની ઘણી મજા આવતી હતી. સલમાન હંમેશા મને પ્રોત્સાહિત કરતો હતો. સલમાન કહેતો હતો, અખિલેન્દ્ર જી, તમે બહુ સારું કરી રહ્યા છો. તમે આ સીન પર પ્રભુત્ત્વ મેળવ્યું.’
‘તે પોતે પણ દરેક સીનની જોરશોરથી પ્રેક્ટિસ કરતો હતો. સીન પ્રમાણે શરીરની પણ ખૂબ જ સારી રીતે જાળવણી કરવામાં આવતી હતી. રાત્રે પણ તે જીમમાં કલાકો સુધી પરસેવો પાડતો હતો. આ ફિલ્મમાં તે પહેલીવાર શર્ટ વગર જોવા મળ્યો હતો.’
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/17-1_1706441692.png)
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/01/28/18_1706441439.png)
‘ફિલ્મમાં મારું મૃત્યુ જોઈને માતા રડવા લાગી’
સફળતા પર પરિવારની શું પ્રતિક્રિયા હતી? તેમણે કહ્યું, ‘હાલમાં મારા માતા-પિતા આ દુનિયામાં નથી, પરંતુ મારી સફળતા જોઈને બંને ખૂબ જ ખુશ હતા. ‘ચંદ્રકાંતા’ પછી જ્યારે પણ પિતા બહાર જતા ત્યારે બાળકો તેમને ‘યક્કૂ કે બાબૂજી’ કહીને બોલાવતા.
‘વીરગતિ’માં જ્યારે સલમાન ખાનનો રોલ ઈક્કા સેઠ એટલે કે મને મારી નાખે છે, ત્યારે તે સીન જોઈને મારી માતા રડવા લાગ્યાં હતાં. તેઓ કહેતાં હતા કે, મારા પુત્રની હત્યા કરનાર આ અભાગિયો કોણ છે. આજે પણ હું એ બંનેને મારી નજીક જોઉં છું.’
આગામી ફિલ્મમાં કમલ હાસન સાથે જોવા મળશે
‘હું આગામી સમયમાં તમિળ ફિલ્મ ‘ઈન્ડિયન 2’માં જોવા મળવાનો છું. મારી ઘણી ફિલ્મો જોયા પછી ડિરેક્ટર એસ. શંકરે આ ફિલ્મ માટે મારો સંપર્ક કર્યો. કોન્ટ્રાક્ટને કારણે હું વધારે કહી શકું તેમ નથી, પરંતુ આ એક અલગ વિષય પર બનેલી એક ઉત્તમ ફિલ્મ છે. આ ફિલ્મમાં કમલ હાસન લીડ રોલમાં છે.’