20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝની રાહ જોઈ રહેલા અક્ષય કુમારે તાજેતરમાં જ જીવનની નિરાશાઓ અને તેની ફિલ્મોના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ વિશે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું,’એકવાર હું નિરાશ થઈને ઘરની બહાર ગયો હતો. અને જ્યારે મેં મારું કાર કલેક્શન જોયું, ત્યારે મારી નિરાશા દૂર થઈ ગઈ.’
અક્ષય કુમાર તેની ફિટનેસ અને શિસ્તબદ્ધ જીવનનો શ્રેય તેના માનસિક સ્વાસ્થ્યને આપે છે. તે કહે છે, ‘માનસિક સ્વાસ્થ્ય મને ટેન્શનમાંથી મુક્તિ આપે છે. એકવાર હું નિરાશ થઈને ઘરે પહોંચ્યો અને જોયું કે મારી પાસે પાંચ કાર છે. હું કેવી રીતે નિરાશ થઈ શકું? મેં મારી જાતને કહ્યું, ‘ધિક્કાર છે તને તારી પાસે પાંચ કાર છે, તો તું કેવી રીતે નિરાશ થઈ શકે?’
ભૂતકાળને યાદ કરતાં અક્ષય કુમારે કહ્યું,’એક સમય હતો જ્યારે મારી પાસે કંઈ જ નહોતું. અભિનેતા બનતા પહેલા લોકોના ઘરે કરાટે શીખવવા માટે બસમાં મુસાફરી કરતો હતો. એ મારા માટે કમાણીનું એકમાત્ર સાધન હતું. હવે મારી પાસે બધું જ છે ત્યારે નિરાશ થવાનું કોઈ કારણ નથી. હું મારા પૈસાનો આનંદ માણું છું અને મારા માટે તેનો અર્થ મારા પરિવાર સાથે રજાઓ પર જવાનું છે.’
અક્ષય કુમારે પોતાની ફિલ્મોના પર્ફોર્મન્સ વિશે વાત કરતાં કહ્યું કે જો તે ફિલ્મો સારૂ પ્રદર્શન ન કરે તો તે તણાવમાં રહેતો નથી. તે કહે છે, ‘જ્યારે તમારી ફિલ્મો સતત ફ્લોપ થાય છે, ત્યારે તે તમારા માટે એલાર્મ સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેક્ષકોની જોવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે અને હવે તમારે પણ તેમના અનુસાર તમારી જાતને બદલવી પડશે.’
અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત એક્શન-થ્રિલર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, માનુષી છિલ્લર, અલાયા એફ, સોનાક્ષી સિંહા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11મી એપ્રિલે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ જેકી ભગનાની, વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ અને હિમાંશુ કિશન મહેરાએ કર્યું છે.