50 મિનિટ પેહલા
- કૉપી લિંક
અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’નું ટ્રેલર રૂંવાડાં ઊભાં કરી દે એવું હતું. આ ફિલ્મ અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડની સ્ટોરી પર આધારિત છે. ટ્રેલર બાદ ફેન્સનો ઉત્સાહ વધારવા અક્ષય કુમારનો દમદાર લુક રિલીઝ કરવામાં આવ્યો છે.
‘કથકલી ડાન્સર’ બન્યો અક્ષય કુમાર! ‘કેસરી 2’માં અક્ષય કુમાર સી. શંકરન નાયરની ભૂમિકા ભજવશે, જેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી ન્યાય માટે લડત આપી હતી. હવે અક્ષય કુમારનો નવો લુક સામે આવ્યો છે તેમાં તે કથકલીના પોશાક અને હેવી મેક-અપમાં સાથે જોવા મળે છે. આ ફોટો પોસ્ટ કરતા એક્ટરે લખ્યું- આ માત્ર પોશાક નથી. તે પરંપરાનું, વિરોધનું, સત્યનું, આપણા રાષ્ટ્રનું પ્રતીક છે. સી. શંકરન નાયર અંગ્રેજોને શસ્ત્રોથી લડત નહોતી આપી. તેમણે કાયદા દ્વારા બ્રિટિશ સામ્રાજ્ય હલાવી દીધુ હતુ. આ 18 એપ્રિલે તમને કોર્ટ સુનાવણી વિશે જણાવીશું જે તમને ક્યારેય પાઠ્યપુસ્તકોમાં શીખવ્યું નથી.

લાંબા નખ, હેવી મેક-અપ સાથે અક્ષય કુમારનો દમદાર કથકલી લુક
ક્યારે રિલીઝ થશે ‘કેસરી 2’? ‘કેસરી ચેપ્ટર 2 – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ’ 15 દિવસ પછી સિનેમાઘરોમાં આવશે. એ 18 એપ્રિલ 2025ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. એનું ડિરેક્શન કરણ સિંહ ત્યાગી દ્વારા કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર સામે આર. માધવન દેખાશે, જે બ્રિટિશ સામ્રાજ્ય વતી કોર્ટમાં કેસ લડતો જોવા મળશે. અનન્યા પાંડેની ટ્રેલરમાં ઝલક જોવા મળે છે.

અક્ષય કુમારની સામે આર. માધવન દેખાશે.

અક્ષય કુમાર સી. શંકરન નાયરની ભૂમિકામાં જોવા મળશે.
2019માં ‘કેસરી’ રિલીઝ થઈ હતી ‘કેસરી 1’માં અક્ષય કુમારે હવાલદાર ઈશર સિંહની ભૂમિકા ભજવી હતી. એમાં સારાગઢીના યુદ્ધનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. એમાં 21 શીખોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. હવે ‘કેસરી 2’માં એક અલગ અને ન સાંભળેલી વાર્તા જોવા મળશે, જે તમારા આત્માને કંપાવી દેશે.