35 મિનિટ પેહલા
- કૉપી લિંક
અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ લગભગ 3 દાયકા પછી તેમના આઇકોનિક ગીત ‘ચુરાકે દિલ મેરા’ના હૂક સ્ટેપ્સને રિક્રિએટ કર્યું. બ્રેકઅપ પછી એક સમયે શિલ્પાએ કહ્યું હતું કે તે અક્ષય સાથે ક્યારેય કામ નહીં કરે. ઉપરાંત, બંને ખૂબ જ ઓછા પ્રસંગોએ સાથે જોવા મળ્યાં છે. જોકે, હવે વર્ષો પછી, શિલ્પા અને અક્ષયને સાથે પરફોર્મ કરતાં જોઈને, ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યાં છે કે બંનેએ પોતાના મતભેદો ઉકેલી લીધા છે.
31 વર્ષ બાદ અક્ષય-શિલ્પાએ આઇકોનિક સોન્ગ રિક્રિએટ કર્યું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સ હિન્દુસ્તાન ટાઇમ્સ મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ શોનો ભાગ બન્યાં. આ દરમિયાન, અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યાં, જ્યાં બંનેએ 1994ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનાડી’ના ગીત “ચુરાકે દિલ મેરા” પર પરફોર્મ કર્યું. 31 વર્ષ પછી બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોઈ ફેન્સ બંનેને સાથે ફિલ્મમાં જોવા માંગે છે.

આ સેલેબ્સે એવોર્ડ શોમાં હાજરી આપી હતી-

અભિષેક એવોર્ડ સેરેમનીમાં વ્હાઈટ અને બ્લેક ટક્સીડોમાં પહોંચ્યો હતો.

રેખા સેરેમનીમાં તેના આઇકોનિક ગોલ્ડન સાડી લુકમાં આવી હતી

શિલ્પા શેટ્ટીએ સફેદ સાડી સાથે મોતીના ઘરેણાં પહેર્યા હતા.

માનુષી છિલ્લર પણ ઓફ-વ્હાઇટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

એ.આર. રહેમાને એવોર્ડ નાઇટમાં પરંપરાગત બ્લેક પોશાકમાં હાજરી આપી હતી.

ખુશી કપૂર પણ એવોર્ડ્સના રેડ કાર્પેટ પર પહોંચી હતી.

સિંગર સોનુ નિગમ સફેદ જોધપુરી સૂટમાં પહોંચ્યો હતો.
‘હું ક્યારેય સાથે કામ નહીં કરું’ ફિલ્મ ‘મૈં ખિલાડી તુ અનાડી’ના શૂટિંગ દરમિયાન શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર એકબીજાની નજીક આવ્યાં હતાં. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં, પરંતુ ટ્વિંકલ ખન્નાને મળ્યાં પછી અક્ષયે શિલ્પા સાથે બ્રેકઅપ કરી દીધું.

બ્રેકઅપ પછી, શિલ્પાએ વર્ષ 2000માં ઉમેશ જીવનાની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે અક્ષય મારી સાથે આવું કંઈક કરશે. મને ટ્વિંકલ પર બિલકુલ ગુસ્સો નથી કારણ કે એમાં તેનો વાંક નથી. જ્યારે મારા જીવનસાથીએ બીજા કોઈ માટે મારી સાથે છેતરપિંડી કરી હોય તો હું બીજા કોઈને કેવી રીતે ફરિયાદ કરી શકું?
વધુમાં તેણે કહ્યું હતું કે, અક્ષયે બે વાર મારો ઉપયોગ કર્યો અને મારી સાથે છેતરપિંડી કરી, જ્યારે તેને કોઈ બીજું મળ્યું ત્યારે તેણે મને છોડી દીધી, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને આમાંથી બહાર આવવાની શક્તિ મળી.
શિલ્પાએ એમ પણ કહ્યું કે અક્ષય છોકરીઓનો વિશ્વાસ જીતવા માટે તેમની સાથે સગાઈ કરે છે, તે તેમને મોડી રાત્રે મંદિરોમાં લઈ જાય છે અને ભગવાનની સામે તેમની સાથે લગ્ન કરવાનું વચન આપે છે પરંતુ જ્યારે તે બીજા કોઈને મળે છે, ત્યારે તે બધા વચનો અને પ્રતિજ્ઞાઓ ભૂલી જાય છે અને પછીથી તેમની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરે છે. હું તેને ક્યારેય માફ નહીં કરું, અને ફરી તેની સાથે કામ પણ નહીં કરું. ફિલ્મ ‘ધડક’ ના શૂટિંગ દરમિયાન બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ ફિલ્મ પછી બંનેએ સાથે કામ કર્યું નથી.