35 મિનિટ પેહલા
- કૉપી લિંક
આલિયા ભટ્ટ આજકાલ તેની ફિલ્મ ‘જીગરા’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ચેટ શોમાં આલિયાએ નીતુ કપૂર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. આલિયાએ કહ્યું, ‘મને કપૂર પરિવારમાં સાસુ નીત કપૂર સૌથી વધુ ગમે છે. જ્યારે પણ હું રેમ્પ વોક કરું છું ત્યારે તે મને ખૂબ જ ચીયર કરે છે. એવું લાગે છે કે હું શાળામાં છું અને મારી માતા ત્યાં છે.
વાસ્તવમાં, આલિયા ભટ્ટ કરીના કપૂરના ચેટ શો વોટ વુમન વોન્ટમાં ગેસ્ટ તરીકે આવી હતી. આ દરમિયાન કરીનાએ આલિયાને પૂછ્યું કે તેને કપૂર પરિવારનો કયો સભ્ય સૌથી વધુ પસંદ છે. તેના પર આલિયા ભટ્ટે તેની સાસુ નીતુ કપૂરનું નામ લીધું હતું. આલિયાએ કહ્યું, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં અમારી મિત્રતા ખૂબ જ સ્વાભાવિક અને સારી બની છે. ખાસ કરીને છેલ્લા છ મહિનામાં તે વધુ ગાઢ થઇ છે. અમે સાથે પેરિસ પણ ગયા હતા, જ્યાં હું લોરિયલ માટે રેમ્પ પર ચાલી ત્યારે તે સૌથી વધુ જોરથી ચીયર કરતા હતા. તે સમયે મને લાગ્યું કે હું શાળામાં છું અને મારી માતા ત્યાં છે. સાથે જ તેમણે મને કહ્યું કે મને તારા પર ગર્વ છે.

આલિયા આગળ કહે છે, ‘જ્યારે હું લગ્ન કરી રહી હતી ત્યારે તેમણે મને કહ્યું હતું કે તું મારી વહુ છે અને હું તારી સાસુ છું, પરંતુ મારા સાસુ સાથે ખૂબ જ સુંદર સંબંધ હતો, અને હું ઈચ્છું છું કે અમારી વચ્ચે પણ એવો જ સંબંધ રહે.’
નીતુ કપૂરના વખાણ કરતાં આલિયાએ કહ્યું, ‘તેઓ ખૂબ જ હિંમતવાન છે. ખાસ કરીને જ્યારે ઋષિ કપૂર હોસ્પિટલમાં હતા. તે સમયે તેમણે આશા ગુમાવી ન હતી, જેમણે મને ઘણી પ્રેરણા આપી. રણબીરમાં પણ તેમની જેમ હિંમત છે. તે મુશ્કેલ સમયમાં પણ મજબૂત રહે છે.

‘જીગરા’એ પહેલા દિવસે 4.25 કરોડની કમાણી કરી હતી આલિયા અને વેદાંગ રૈના સ્ટારર ફિલ્મ ‘જીગરા’ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. 90 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે 4 કરોડ 25 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેને કરણ જોહર અને આલિયા ભટ્ટ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.