15 કલાક પેહલા
- કૉપી લિંક
એકટ્રેસ આલિયા ભટ્ટે પોતાની અને પતિ રણબીર કપૂર સાથે જોડાયેલી એક નવી વાતનો ખુલાસો કર્યો છે. હકિકતમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા સેશનમાં એક વાતચીત દરમિયાન આલિયાએ જણાવ્યું કે, તેમના પતિ રણબીર કપૂર સાથે તેમની પહેલી મુલાકાત 9 વર્ષની ઉંમરમાં થઈ હતી. તે સમયે આલિયા 9 વર્ષની હતી અને રણબીર 19 વર્ષનો હતો.
આલિયાએ સંજય લીલા ભણસાલીના એક પ્રોજેક્ટમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ જ પ્રોજેક્ટમાં રણબીર આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો.
મેં રણબીર સાથે વાત નહોતી કરી
આલિયાએ જણાવ્યું કે ‘હું તે સમયે 9 વર્ષની હતી. મેં તેમને જોયા પણ વાત કરી ન હતી. આ દરમિયાન એક ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યો હતો જે મારી પાસે છે. અભિનેત્રીએ કહ્યું કે તે સમયે રણબીર એક્ટર ન હતો તેથી હું તેમની તરફ જોતી પણ નહોતી. મારું સંપૂર્ણ ધ્યાન સંજય લીલા ભણસાલી પર હતું કારણ કે હું તેમને શરૂઆતથી જ પસંદ કરતી હતી’.
આલિયા કહે છે કે ભણસાલીના આગ્રહ પર તેમની માતા તેમને ત્યાં લઈ ગઈ હતી. આલિયાએ પોતાના એક જૂના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રણબીર કપૂર જ્યારથી ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે ત્યારથી જ તે તેમનો ક્રશ હતો. તે હંમેશા તેમની સાથે લગ્ન કરવા માગતી હતી.
બંનેએ ગયા વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા
રણબીર અને આલિયાને બોલિવૂડનું પાવર કપલ કહેવામાં આવે છે. લગ્નના એક વર્ષમાં જ કપલ માતા-પિતા બની ગયા હતા. રણબીર અને આલિયાના લગ્ન ગયા વર્ષે 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા અને માત્ર પરિવારના સભ્યો અને અન્ય કેટલાક લોકોએ તેમાં હાજરી આપી હતી.
લગ્ન પહેલાં બંનેએ એકબીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા. ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર બંનેની નિકટતા વધી હતી. આલિયા ભટ્ટે 6 નવેમ્બર 2022ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો.