22 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ દિવસોમાં આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘જિગરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હૈદરાબાદ આવી હતી. જ્યાં સામંથા રૂથ પ્રભુ પણ હાજર હતી. આ દરમિયાન આલિયાએ સામંથાનું આઈટમ સોંગ ‘ઊ અંતવા…’ ગાયું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં હૈદરાબાદમાં ફિલ્મ ‘જિગરા’ની પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર કાસ્ટ અને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં આલિયા સામંથા સાથે બેઠેલી જોવા મળી હતી. ઈવેન્ટના હોસ્ટે આલિયાને ‘ઉ અંતવા…’ ગીત ગાવાનું કહ્યું. આના પર આલિયા કહે છે, ‘હું તે કરીશ કારણ કે સેમ અહીં છે. મને તેનો અર્થ પણ ખબર નથી.’
આ પછી, આલિયાએ જેવું ગીત પૂરું કર્યું કે તરત જ સામંથાએ તેને ગળે લગાવી લીધી. આના પર આલિયા કહે છે કે, આશા છે કે આ પહેલી અને છેલ્લી વાર હશે જ્યારે ‘ઊ અંતવા…’ લાઈવ ગીત ગાયું. જોકે, સામંથા તેને ચીયર કરતી જોવા મળી હતી.
આલિયાએ ઈવેન્ટમાં સામંથા રૂથ પ્રભુની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘સામંથા, તું સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર બંને હીરો છે. હું તમારી પ્રતિભા અને શક્તિની ખૂબ પ્રશંસા કરું છું. તમે પુરૂષ પ્રભુત્વ ધરાવતા દેશમાં પણ એક ઉદાહરણ છો. આલિયાના આ શબ્દો સાંભળીને સામંથા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.’
આલિયાએ આગળ કહ્યું, ‘ત્રિવિક્રમ સર, મને લાગે છે કે સામંથા અને મારે તમારી એક ફિલ્મમાં સાથે કામ કરવું જોઈએ. જો કે, સામાન્ય રીતે અભિનેત્રીઓ એકબીજા સાથે સ્પર્ધા કરે છે. પરંતુ ખરેખર હું ખૂબ જ ખુશ છું કે પાન ઈન્ડિયાની સુપરસ્ટાર સામંથા મારી ફિલ્મને સપોર્ટ કરવા આવી છે.’
‘જિગરા’ ફિલ્મમાં વેદાંગ રૈના પણ આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે, જે તેના ભાઈનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા ભાઈ અને બહેન પર આધારિત છે. આલિયાની આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ સાથે ટક્કર આપશે.