11 મિનિટ પેહલા
- કૉપી લિંક
આલિયા ભટ્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં આલિયાએ કોસ્મેટિક સર્જરીના આરોપો અને કેટલાક અહેવાલોની ટીકા કરી હતી. તેને એવા વીડિયો વિશે પણ વાત કરી જેમાં દાવો કરવામાં આવે છે કે તેણે બોટોક્સ કરાવ્યું છે. આલિયાએ કહ્યું કે આ દાવાઓ કોઈ પુરાવા વગરના છે. આવા સમાચાર માત્ર ધ્યાન આકર્ષિત કરવા માટે છે.
આલિયા ભટ્ટે લખ્યું, ‘હું કોસ્મેટિક સર્જરી કરાવનારા લોકોને જજ નથી કરતી, કારણ કે આ શરીર તમારું છે અને તમારી પસંદગી છે. પરંતુ ઈન્ટરનેટ પર એવા કેટલાક વીડિયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મારું બોટોક્સ ખોટું થઈ ગયું છે. તમારા કહેવા પ્રમાણે, મારી સ્માઈ યોગ્ય નથી અને મારી બોલવાની રીત વિચિત્ર છે.

આલિયા ભટ્ટે કહ્યું, ‘પહેલા તમે કોઈ વ્યક્તિના ચહેરાને આટલી નજીકથી જુઓ અને પછી તેની ટીકા કરો. આટલું જ નહીં, તે પછી તમે વૈજ્ઞાનિક દલીલો આપીને કહો છો કે એક સાઈડનો ફેસ પ્રેરેલાઇઝડ છે? આ ગંભીર દાવાઓ છે જે કોઈપણ પુરાવા વગર કરવામાં આવી રહ્યા છે. તેની પાછળ કોઈ ચોક્કસ માહિતી નથી.
આલિયા ભટ્ટે આગળ લખ્યું, ઇન્ટરનેટ પર હંમેશા મહિલાઓને જજ કરવામાં આવે છે. તેના ચહેરા, શરીર, અંગત જીવન અને દરેક નાની-નાની વાતની પણ ટીકા થાય છે. આવા દાવાઓ ખોટી બાબતોને પ્રોત્સાહન આપે છે. કેટલીકવાર વ્યક્તિ આનાથી તૂટી પણ જાય છે.
આલિયા ભટ્ટની ફિલ્મ ‘જિગરા’ 11 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે વેદાંગ રૈના જોવા મળ્યો હતો. આ ફિલ્મની સ્ટોરી ભાઈ અને બહેન પર આધારિત છે. તે જ સમયે, ફિલ્મ ‘જિગરા’ રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ સાથે ટકરાઈ હતી.