ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મહેમાનોને આમંત્રણ આપવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ અને જ્યોતિ
.
ભગવાનનાં ચરણોમાં લગ્નની કંકોત્રી સમર્પિત
ભારતના ઉદ્યોગ રત્ન એવા ધીરુભાઈ અંબાણીના પૌત્ર અનંત અંબાણી તથા રાધિકા મર્ચંટ લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યાં છે. ત્યારે અંબાણી પરિવારના ઘરમાં રૂડો અવસર આવતો હોય ત્યારે તેમના દ્વારા ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવનાં ચરણોમાં લગ્નની કંકોત્રી સમર્પિત કરવામાં આવી હતી.
12મી જુલાઈએ લગ્ન, 14મીએ રિસેપ્શન યોજાશે
બે ભવ્ય પ્રી-વેડિંગ સમારોહ પછી અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેમના લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે, જેમાં ભારત અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે. લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી 14 જુલાઈના રોજ કપલનું રિસેપ્શન થવાનું છે.
નાના કપાટ ખોલ્યા પછી ચાંદીનું મંદિર દેખાશે. આ મંદિરમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે.
અનંત-રાધિકાનાં લગ્નનું કાર્ડ સોના-ચાંદીથી બનેલું છે
અનંત અંબાણી અને રાધિકાનાં લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. VVIP ગેસ્ટને આપવામાં આવેલા આમંત્રણપત્રમાં ચાંદીનું મંદિર છે. અંદર 4 સોનાની મૂર્તિઓ છે. બીજું આમંત્રણ કાર્ડ ગોલ્ડન બોક્સમાં છે. આમાં મંદિરને બોક્સની અંદર નાના સ્વરૂપમાં રાખવામાં આવ્યું છે. આ પણ દૈવી થીમ પર આધારિત છે.
મંદિરની નીચેના બોક્સમાં કંકોતરી
લાલ રંગના બોક્સની નીચેના કમ્પાર્ટમેન્ટમાં લગ્નની કંકોતરી, ચારેય દેવતાની ચાંદીની નાની મૂર્તિઓ, અનંત-રાધિકાના અક્ષરોવાળો જાળીદાર હાથરૂમાલ અને પૂજાવિધિ માટે એક મોરપીંછ રંગનો એક હેન્ડલૂમનો સ્કાર્ફ આપવામાં આવ્યો છે. આમંત્રણ કાર્ડના પાને પાને કાર્યક્રમની વિગતો ઉપરાંત સુંદર કોતરણી સાથે દેવી-દેવતાઓની છબિઓ જોઈ શકાય છે. પ્રથમ પેજ પર ભગવાન નારાયણ ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાનાર દંપતી રાધિકા અને અનંત પર તેમના આશીર્વાદ વરસાવતાં ચિત્ર છે. આગળનું પૃષ્ઠ વર અને કન્યાની વિગતો સાથે લાલ રંગમાં બનાવવામાં આવ્યું છે.
આ કાર્ડમાં નીતા અંબાણીનો હાથે લખાયેલો પત્ર પણ છે.
હાથેથી લખ્યો છે પત્ર, બોક્સ ખોલતાં વિષ્ણુ મંત્ર ગુંજે છે
- એક સુંદર એમ્બ્રોઇડરી કરેલા વેડિંગ બોક્સ ઉપર ભગવાન વિષ્ણુનું ચિત્ર છે.
- આ તસવીરમાં નારાયણના હૃદયમાં લક્ષ્મી બતાવવામાં આવ્યાં છે
- આ બોક્સ ખોલતાંની સાથે જ વિષ્ણુ મંત્ર ગુંજવા લાગે છે
- લાલ રંગનું આમંત્રણ બોક્સ ખોલતાં જ એક નાનું ચાંદીનું મંદિર દેખાય છે
- એમાં ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ છે
આ કપલે માર્ચની શરૂઆતમાં જામનગરમાં તેમનું પહેલું પ્રી-વેડિંગ ફંક્શન સેલિબ્રેટ કર્યું હતું.