3 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ અમિષા પટેલે થોડા દિવસ પહેલાં ટ્વિટર પર AMA (આસ્ક મી એનિથિંગ) સેશન કર્યું હતું. એક ફેને અમિષાને પૂછ્યું કે શું તેની પાસે ફિલ્મ ‘ગદર 3’માં વધુ સ્ક્રીન સ્પેસ હશે? જવાબમાં અમિષાએ કહ્યું કે તે ત્રીજા પાર્ટમાં ત્યારે જ કામ કરશે જ્યારે ફિલ્મની વાર્તા તેને ખૂબ પ્રભાવિત કરશે.
નોંધનીય છે કે, અમિષા 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર’માં પણ જોવામળી હતી. આ પછી તે 2023માં આવેલી ફિલ્મ ‘ગદર 2’માં પણ જોવા મળી હતી. બંને ફિલ્મોમાં તેમણે સની દેઓલ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.
ફેને ટ્વિટર પર સવાલ પૂછ્યો
AMA સેશન દરમિયાન એક ચાહકે અમિષાને પૂછ્યું- શું ગદર 3માં તમારો સ્ક્રીન ટાઈમ વધારી શકાય છે? સાચું કહું તો હું ત્યાં સૂઈ ગયો જ્યાં તમે સ્ક્રીન પર દેખાતા ન હતા. હું તમને જોવા માટે મારી મહેનતના પૈસાથી થિયેટરમાં જાઉં છું.
‘મને સ્ક્રિપ્ટ ગમશે તો જ હું ફિલ્મમાં કામ કરીશ’
ફેન્સને જવાબ આપતા અમિષાએ કહ્યું- ‘ગદર 2’ એક શાનદાર ફિલ્મ હતી. સ્ક્રિપ્ટ પ્રમાણે પટકથા બતાવવામાં આવી હતી. જો તમે ઈચ્છો છો કે તમારી ફિલ્મ પસંદ આવે તો તેને ટોપ પ્રાયોરિટી પર રાખવી જરૂરી છે.
એક એક્ટર તરીકે વ્યક્તિ સ્વાર્થી ન હોઈ શકે. આપણે આપણી જરૂરિયાતો પહેલાં ફિલ્મ રાખવી જોઈએ. મને સકીનાનો રોલ બહુ ગમે છે. પરંતુ જો ‘ગદર 3’ ઑફર થશે તો મને ફિલ્મની વાર્તા ગમશે તો જ હું આ ફિલ્મમાં કામ કરીશ.
‘ગદર’ અને ‘ગદર 2’ એ શાનદાર કમાણી કરી
2001માં રિલીઝ થયેલી ફિલ્મ’ ગદર’ એ તે સમયે વિશ્વભરમાં લગભગ 133 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલ, અમિષા પટેલ અને અમરીશ પુરી જેવા મોટા કલાકારો હતા.
22 વર્ષ પછી ફિલ્મ ‘ગદર 2’ ફરી રિલીઝ થઈ. આ ફિલ્મે વિશ્વભરમાં 691.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.