31 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શનિવારે પુણેમાં ‘સિમ્બોયસિસ ફિલ્મ ફેસ્ટિવલ’માં હાજરી આપી હતી. અહીં હાજર વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે અમિતાભે બોલિવૂડ અને સાઉથ સિનેમા વચ્ચે ચાલી રહેલી ચર્ચા વિશે વાત કરી હતી. આ અવસર પર 81 વર્ષીય અમિતાભે પ્રાદેશિક સિનેમાના વખાણ કર્યા અને સાથે એમ પણ કહ્યું કે, ‘સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કરતાં વધુ સારી કહેવું ખોટું છે.’
ઈવેન્ટમાં અમિતાભે વિદ્યાર્થીઓ સાથે સિનેમા વિશે ચર્ચા કરી હતી
‘તે માત્ર તેમની ફિલ્મો સુંદર દેખાય તે માટે તેના ડ્રેસિંગમાં ફેરફાર કરે છે’
ઈવેન્ટમાં પહોંચેલા અમિતાભે એક સ્ટુડન્ટના સવાલનો જવાબ આપતાં કહ્યું, ‘રિજનલ સિનેમા ખૂબ સારું કામ કરી રહ્યું છે, પરંતુ જ્યારે અમે તેમની સાથે વાત કરીએ છીએ તો તેઓ કહે છે કે અમે એ જ ફિલ્મો બનાવી રહ્યા છીએ જે તમે હિન્દીમાં બનાવો છો. તેઓ માત્ર આ ફિલ્મોની ડ્રેસિંગ બદલી નાખે છે જેથી તે સુંદર દેખાય.’
અમુક મલયાલમ અને તમિલ સિનેમા અધિકૃત છેઃ અમિતાભ
હું ઘણા લોકોને મળ્યો જે કહે છે કે, ‘અમે તમારી જૂની ફિલ્મોની રિમેક બનાવી રહ્યા છીએ…અમારી વાર્તાઓમાં ક્યાંક તમને ‘દીવાર’, ‘શક્તિ’ અને ‘શોલે’ની ઝલક જોવા મળશે. મલયાલમ અને અમુક તમિલ સિનેમા અધિકૃત અને સૌંદર્યલક્ષી છે. કોઈ ચોક્કસ પ્રદેશ તરફ આંગળી ચીંધવી અને એમ કહેવું ખોટું છે કે તેમની સારી ચાલી રહી છે અને અમારી નહીં’
અમિતાભે કેમ્પસમાં સિમ્બોયસેસ સ્ટુડિયોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું
‘પિતાજી રોજ સાંજે એક જ ફિલ્મ જોતા હતા’
આ પ્રસંગે અમિતાભે તેમના પિતા કવિ હરિવંશ રાય બચ્ચનની કવિતા ‘અગ્નિપથ’ની પંક્તિઓ પણ સંભળાવી હતી. તેમણે કહ્યું, ‘તેમના અંતિમ દિવસોમાં મારા પિતાજી દરરોજ ટીવી પર કેસેટ મૂકીને ફિલ્મો જોતા હતા. ઘણી વખત તે રિપીટ ફિલ્મો પણ જોતા હતા. એક સાંજે મેં તેને પૂછ્યું, ‘શું તમને એક જ ફિલ્મ જોવાનો કંટાળો નથી આવતો?’ તો તેમણે કહ્યું, ‘હું ત્રણ કલાકમાં તે કાવ્યાત્મક ન્યાય જોઈ શકું છું, જે તે અને મેં આખી જિંદગીમાં જોયો નથી.’
આ અવસર પર અમિતાભે તેમના પિતાની કવિતા ‘અગ્નિપથ’ની કેટલીક પંક્તિઓ પણ સંભળાવી હતી
પશ્ચિમી દુનિયાની નકલ કરશો નહીં: જયા બચ્ચન
આ કાર્યક્રમમાં અમિતાભનાં પત્ની જયા બચ્ચન પણ તેમની સાથે જોડાયાં હતાં. તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પશ્ચિમી દુનિયાની નકલ ન કરવાની સલાહ આપી હતી. જયાએ વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને સંગીત કરતાં સિનેમા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.’
આ ઈવેન્ટમાં અમિતાભનાં પત્ની અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન પણ હાજર રહ્યાં હતાં.
વર્કફ્રન્ટ પર અમિતાભની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898AD’ છે. આમાં તે પ્રભાસ અને દીપિકા સાથે જોવા મળશે.માનવામાં આવે છે કે, આ ફિલ્મમાં તે અશ્વત્થામાના રોલમાં જોવા મળશે.