11 કલાક પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની 29મી મેથી શરૂ થઈ ગઈ છે. બુધવારે તમામ મહેમાનો માટે ઇટાલીના પાર્લેમોમાં વેલકમ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તમામ મહેમાનો ક્રૂઝમાં સવાર થયા અને તેમની જર્ની શરૂ કરી. હવે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીના કેટલાક અંદરનાં વીડિયો અને તસવીરો સામે આવી છે. પ્રથમ દિવસે યોજાયેલી સ્ટારી નાઈટ પાર્ટીમાં દક્ષિણ આફ્રિકાના ડીજે બ્લેક કોફીએ પર્ફોર્મ કર્યું હતું. બીજું પર્ફોર્મન્સ અમેરિકાના લોકપ્રિય ગ્રૂપ બેક સ્ટ્રીટ બોયઝનું હતું. આ ફંક્શનમાંથી રણવીર સિંહની તસવીરો પણ સામે આવી છે.
જુઓ ફંક્શનની ઇનસાઇડ તસવીરો
રણવીર સિંહે ક્રૂઝમાં મહેમાન સાથે પોઝ આપ્યો હતો
આ ફંકશનમાં અમેરિકન ડાન્સ ગ્રુપ બેક સ્ટ્રીટ બોયઝે પર્ફોર્મ કર્યું હતું
દક્ષિણ આફ્રિકાના ડીજે બ્લેક કોફીએ પણ સ્ટારી નાઇટ દરમિયાન પર્ફોર્મ કર્યું હતું
અંબાણી પરિવારના ફેન પેજ પર સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝનો અંદરનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે
ફંક્શનમાં રહેલા મહેમાનોએ ક્રૂઝના ડેકનો વીડિયો શેર કર્યો છે
પ્રથમ દિવસે આયોજિત સ્ટારી નાઈટ ઈવેન્ટમાં ક્રૂઝ ચમકી ઊઠ્યું
29મી મેની સાંજે ક્રૂઝ પર સ્ટારી નાઇટ પાર્ટી હતી. આ ફંક્શન માટે ક્રૂઝને ડેકોરેટ કરવામાં આવ્યું હતું. આ સ્ટાર થીમ આધારિત પાર્ટીમાં સફેદ ફૂલો અને સ્ટાર્સથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
અનંત-રાધિકાનાં પ્રી-વેડિંગ ડે-1 પર એક નજર
અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 29 મેના રોજ ઈટાલીના પાલેર્મો શહેરથી શરૂ થઈ હતી. અહીં મહેમાનોને સૌપ્રથમ વેલકમ લંચ આપવામાં આવ્યું, ત્યારબાદ તમામ મહેમાનો ક્રૂઝમાં સવાર થયા. સમારોહનો બીજો કાર્યક્રમ ક્રૂઝમાં જ થયો, જેને સ્ટારી નાઈટ નામ આપવામાં આવ્યું.
સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝ 29 મેના રોજ પાલેર્મો પોર્ટ પર જોવા મળી
અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝમાં થઈ રહી છે. આ ક્રૂઝ 29 મેના રોજ પાલેર્મોથી રવાના થઈ છે, જે 4380 કિલોમીટરની મુસાફરી કરીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે.
આ ક્રૂઝ 29 મેના રોજ બંદર પર પહોંચ્યું હતું
‘સેલિબ્રિટી એસેન્ટ’ 3279 પેસેન્જર ક્ષમતા ધરાવતું ક્રૂઝ છે.
આ ક્રૂઝ 5-સ્ટાર સુવિધાઓ સાથે ફ્લોટિંગ રિસોર્ટ છે. તે 1 ડિસેમ્બર 2023ના રોજ માલ્ટામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ક્રૂઝની પેસેન્જર ક્ષમતા 3279 છે, પરંતુ પ્રી-વેડિંગ સેરેમનીમાં 800 મહેમાનો હશે. જેમાંથી 300 વીવીઆઈપી હશે. આ મહેમાનોની સેવા માટે 600 હોસ્પિટાલિટી સ્ટાફ હશે. યુરોપીયન ટૂર ઓપરેટર કંપની એલોચી બ્રધર્સ તેની વ્યવસ્થા સંભાળશે.
સેલેબ્સ બુધવારે મુંબઈથી રવાના થયા હતા. બુધવારે વધુ કેટલાક સેલેબ્સ મુંબઈથી રવાના થયા હતા
દરમિયાન, બુધવારે અનન્યા પાંડે, સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન અને સચિન તેંડુલકર સહિત કેટલાક અન્ય સેલેબ્સ પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા હતા. આ તમામ સેલેબ્સ અંબાણીનાં જેટ A340માં સવારે 11.30 વાગ્યે મુંબઈથી પાલેર્મો માટે રવાના થયા હતા. પાલેર્મો એરપોર્ટ પર પહોંચ્યા પછી, દરેક વ્યક્તિ લિમોઝીન દ્વારા ક્રૂઝ પર પહોંચ્યા હતા
અનન્યા પાંડે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી
સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે મુંબઈથી ઈટાલી જવા રવાના થઈ હતી
જાન્હવી કપૂર અને તેના પિતા બોની કપૂર પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં
કરન જોહર અને કરિશ્મા કપૂર એકસાથે ઈટાલી જવા રવાના થયા હતા. બંનેએ એરપોર્ટ પર એકસાથે પોઝ આપ્યા હતા
પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ ઈટાલી જતા પહેલાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા
તમામ મહેમાનોને એટલાસ જેટ 747 મારફતે મુંબઈથી ઈટાલી લાવવામાં આવ્યા
10 દિવસ માટે ચાર્ટર્ડ કરવામાં આવ્યા છે એરક્રાફ્ટ
એટલું જ નહીં, અંબાણી પરિવારે લગભગ 7 થી 10 દિવસ માટે એર એક્સ ચાર્ટર દ્વારા એરબસ A340-31ને પણ ચાર્ટર્ડ કર્યું છે. આ એરબસ મુંબઈથી પાલેર્મો અને ત્યાંથી ઈટાલીના શહેર જેનોઆ જશે. પ્રી-વેડિંગ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો આ પ્લેન દ્વારા મુંબઈ પરત ફરશે. અંબાણી પરિવારે 25 મેથી એરક્રાફ્ટ ચાર્ટર કર્યું છે. આ પહેલાં 27 મેના રોજ મુંબઈથી 8 જેટ સ્પેનના બાર્સેલોના પહોંચ્યાં હતાં. ઘણા મહેમાનો પણ અહીંથી ક્રૂઝમાં સવાર થયા હતા, જે આજે સવારે પાલેર્મો પોર્ટ પહોંચ્યા હતા.
ગેસ્ટને બે રૂટથી લાવવામાં આવી રહ્યા છે કેટલીક ફ્લાઇટ વાયા દુબઈ અને કેટલીક ફ્લાઈટ વાયા બાકૂ પહોંચી છે
પ્રથમ દિવસે પ્રી-વેડિંગમાં આવેલા મહેમાનોએ શહેરના પ્રવાસની તસવીરો શેર કરી હતી.
આ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા સેલેબ્સ અને મહેમાનો પહેલેથી જ ઇટાલી પહોંચી ગયા હતા. 29 મેના રોજ ઇટાલીથી શહેરના પ્રવાસ અને ક્રૂઝની તસવીરો સામે આવી હતી.
અંબાણી પરિવારની પારિવારિક મિત્ર અહિલ્યા મહેતાએ સિટી ટૂરની તસવીરો શેર કરી છે
અહિલ્યા મહેતા એક મિત્ર સાથે ઈટાલીના રસ્તાઓ પર ફરતી
અલાવિયા જાફરી મિત્રો સાથે પૂલ પાર્ટીનો આનંદ માણી રહી છે
ઓરીએ ક્રૂઝમાંથી આ ફોટો પણ શેર કર્યો છે
સમારોહમાં આવેલા મહેમાનોએ પણ ઈટાલીથી આ ફોટો શેર કર્યો હતો
હવે જુઓ ક્રૂઝ ‘સેલિબ્રિટી એસેન્ટ’ના ઈન્ટિરિયરની કેટલીક તસવીરો…
આ ક્રૂઝના ઈન્ટિરિયર પર ઘણું બધું ડિટેલિંગ વર્ક કરવામાં આવ્યું છે
ક્રૂઝ પર પ્રવાસનો આનંદ માણવા અને નજારો મેળવવા માટે રેસ્ટ કોર્નર પણ બનાવવામાં આવ્યાં છે
ક્રૂઝની કેબિનમાં ઘણી સારી જગ્યા આપવામાં આવી છે
ક્રૂઝના વોશરૂમને પણ રોયલ લુક આપવામાં આવ્યો છે
સેલિબ્રિટી એસેન્ટની કોસ્મોપોલિટન રેસ્ટોરાંની એક ઝલક
ક્રૂઝ પર કસીનો અને ગેમિંગ ફ્લોર પણ છે
સમારોહ 4 દિવસ સુધી ચાલશે, 300 VIP મહેમાનો હાજરી આપશે
ચાર દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશમાંથી અંબાણી અને વેપારી પરિવારના ઘણા પરિવારના સભ્યો, પરિવારના મિત્રો અને સેલિબ્રિટીઓ ઇટાલી પહોંચી ગયા છે. જો રિપોર્ટનું માનીએ તો આ બીજા પ્રી-વેડિંગ સમારોહમાં લગભગ 300 VIP મહેમાનો હાજરી આપશે.
આ એ જ ક્રૂઝનું ફૂટેજ છે કે જેના પર પાર્ટી યોજાશે
આ પાર્ટીમાં અંદાજે 300 VIP મહેમાનો હાજરી આપશે
1 જૂને ડિનર પાર્ટી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે
આ પ્રી-વેડિંગ સેરેમનીના છેલ્લા દિવસે 1 જૂને ઇટાલિયન શહેર પોર્ટોફિનોમાં યોજાનાર મહેમાનોના ડિનર માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તમામ મહેમાનો અહીં ‘સેલિબ્રિટી એસેન્ટ’ ક્રૂઝ દ્વારા પહોંચશે.
મહેમાનોને બંદરથી ડિનર સ્થળ પર લઈ જવામાં આવશે. ઇવેન્ટ પછી દરેક વ્યક્તિ ફ્લાઇટ્સ દ્વારા પોતપોતાના ઘરે જવા રવાના થશે.
તસવીર પોર્ટોફિનો શહેરના સુંદર બંદરની છે
શહેરમાં માત્ર અંબાણીના મહેમાનો જ ફરી શકશે
પોર્ટોફિનોના મેયર માટેઓ વિયાકાવાએ ભાસ્કરને જણાવ્યું હતું કે 1 જૂનના રોજ સાંજે 5 વાગ્યા પછી માત્ર પ્રી-વેડિંગમાં આવેલા મહેમાનોને જ શહેરની આસપાસ ફરવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે તમામ મહેમાનો માટે ખાસ પાસ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમિયાન સ્થાનિક લોકો તેમનાં ઘરોમાં રહેશે અને બજારો બંધ રહેશે. પોર્ટોફિનો શહેરની વસ્તી પ્રવાસી સિઝન દરમિયાન 12 થી 15 સોની આસપાસ રહે છે.
પોર્ટોફિનો શા માટે ખાસ છે?
પોર્ટોફિનો ખાતે યોજાનારી આ ભવ્ય ડિનર પાર્ટી સાથે અનંત-રાધિકાના આ બીજા પ્રી-વેડિંગનું સમાપન થશે. આ શહેર એટલા માટે ખાસ છે કારણ કે તેને ઈટાલીનું સૌથી અમીર શહેર માનવામાં આવે છે. અહીં સરેરાશ માથાદીઠ આવક 82 લાખ રૂપિયાની આસપાસ છે. પોર્ટોફિનો રંગીન ઈમારતો ધરાવતું નગર, પ્રખ્યાત શ્રીમંત લોકોમાં લોકપ્રિય છે. અહીંનું બંદર પણ ખાસ છે.
પોર્ટોફિનો પોર્ટ પર તમામ પ્રકારની બોટ, યાટ્સ, જહાજો અને ક્રૂઝ જોવા મળે છે
શકીરા પણ પર્ફોર્મ કરી શકે છે
એક રિપોર્ટ અનુસાર, ગ્લોબલ પોપ-સિંગર શકીરા આ બીજા પ્રી-વેડિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે. સાંભળવામાં આવ્યું છે કે તે આ પ્રાઈવેટ ઈવેન્ટમાં પર્ફોર્મ કરવા માટે 10 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરશે. આ પહેલાં આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાન્નાએ જામનગરમાં આયોજિત પ્રથમ પ્રી-વેડિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ આપ્યું હતું.
શકીરા તેના ગીત ‘વાકા વાકા’ અને ‘હિપ્સ ડોન્ટ લાઇ’ માટે જાણીતી છે