13 કલાક પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નને હવે ગણતરીના દિવસ જ બાકી છે. આ દરમિયાન લગ્ન પહેલાં મામેરા વિધિ માટે આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ ફંક્શનમાંથી રાધિકા અને પરિવારના અન્ય સભ્યોની તસવીરો સામે આવી છે. આ દરમિયાન સમગ્ર એન્ટિલિયાને દુલ્હનની જેમ લાઇટથી શણગારવામાં આવ્યું હતું.
રાધિકાના લુકની વાત કરીએ તો તેમને આ ફંક્શન માટે ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગા પહેર્યો છે, જેમાં તે બિલકુલ દુલ્હન જેવી લાગી રહી છે. રાધિકાએ માંગ ટીકા, હેવી ડાયમંડ નેકપીસ અને ઇયરિંગ્સ સાથે આ લુકને પૂરો કર્યો હતો. જાહન્વી કપૂર અને રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ આ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં.
નીતા અંબાણીનો ટ્રેડિશનલ લુક.
રાધિકા મર્ચન્ટને કારમાંથી નીચે ઊતરતી જોઈ શકાય છે.
રાધિકા મર્ચન્ટનો શાનદાર લુક.
શિખર સાથે અંદર જતી જાહન્વી કપૂર.
ઈશા અંબાણી અને શ્લોકા મહેતા બાળકો સાથે બેઠેલા જોવા મળ્યાં હતાં.
બાળકનો હાથ પકડીને ઈશા અંબાણી.
ઈશા અંબાણી પિતા અને બાળકો સાથે જોવા મળી.
પુત્ર અને જમાઈ સાથે મુકેશ અંબાણી
પત્ની શ્લોકા સાથે આકાશ અંબાણી.
સમારોહમાં હાજરી આપવા માટે અનંત અંબાણીના મામા પહોંચ્યા હતા.
ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.
માનુષી છિલ્લરે પણ ભાગ લીધો હતો.
અનંત અને રાધિકાનાં લગ્ન સંબંધિત વધુ માહિતી માટે , આ પણ વાંચો