40 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બાદ ગુજરાતના જામનગર પહોંચ્યા. અહીં જામનગરના લોકોએ નવદંપતીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંનેના ભવ્ય સ્વાગત માટે ગુલાબના ફૂલથી બનેલી કાર્પેટ પાથરવામાં આવી હતી. જાણે આખું જામનગર અનંત-રાધિકાને આવકારવા માટે રસ્તા પર ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. મહિલાઓએ રાધિકાની આરતી કરી અને તેના પર પુષ્પવર્ષા કરી. જામનગરના લોકોના પ્રેમથી અનંત-રાધિકા અભિભૂત થયા અને સૌનો હાથ જોડી આભાર માન્યો.

અનંત-રાધિકા ભવ્ય સ્વાગત માટે લોકોનો આભાર માને છે.

અનંત-રાધિકાના સ્વાગત માટે આતશબાજી પણ કરવામાં આવી હતી.

મહિલાઓએ રાધિકાની આરતી ઉતારી હતી.
જામનગરમાં પ્રિ-વેડિંગ સેરેમની યોજાઈ હતી
અગાઉ, અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન યોજાયું હતું. આ પ્રી-વેડિંગ ફંક્શન પહેલાં, ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપના જોગવડ ગામમાં સ્થાનિક લોકોને ભોજન આપવામાં આવ્યું હતું.

અન્નસેવા દરમિયાન લોકોને ભોજન પીરસતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ.
અન્ના સેવા માટે 51 હજાર સ્થાનિક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટે પોતે ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાની માતા શૈલા, પિતા વિરેન મર્ચન્ટ અને દાદીએ પણ ભોજન સેવામાં ભાગ લીધો હતો.
જામનગર અંબાણી પરિવારના હૃદયની નજીક છે
જામનગર અનંત-રાધિકા અને સમગ્ર અંબાણી પરિવાર માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેનું કારણ નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સમગ્ર અંબાણી પરિવારનો જામનગર સાથે ઊંડો સંબંધ છે. અનંતના દાદીમાનો જન્મ જામનગરમાં થયો હતો. તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ જામનગરથી જ બિઝનેસ શરૂ કર્યો હતો. આ સાથે અનંતના પિતા મુકેશ અંબાણીએ પણ જામનગરમાં ફેમિલી બિઝનેસ સંભાળ્યો હતો અને અહીં બિઝનેસની કળા શીખી હતી. નીતા અંબાણીએ કહ્યું હતું કે તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંતનું બાળપણ જામનગરમાં વીત્યું હતું. તેથી જ આ શહેર તેના હૃદયની ખૂબ નજીક છે.

લગ્ન બાદ અનંત-રાધિકાએ રોમેન્ટિક ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા
અનંત અને રાધિકાના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. લગ્નના ફંક્શન 3 દિવસ સુધી ચાલ્યા. પ્રથમ દિવસે એટલે કે 12મી જુલાઈએ લગ્ન, બીજા દિવસે એટલે કે 13મી જુલાઈએ શુભ આશીર્વાદ અને ત્રીજા દિવસે એટલે કે 14મી જુલાઈએ મંગલ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને વિદેશના ઘણા VVIP મહેમાનો આવ્યા હતા.

વરમાળા બાદ રાધિકા ખૂબ જ ખુશ દેખાતી હતી.