59 મિનિટ પેહલા
- કૉપી લિંક
જાવેદ અખ્તરે ગઈકાલે રાત્રે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે અનિલ કપૂરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં માધુરી દીક્ષિત, અનુપમ ખેર, ફરહાન અખ્તર, બોની કપૂર, સોનમ કપૂર અને અન્ય સેલેબ્સ પણ સામેલ થયા હતા.
જાવેદ અખ્તર પત્ની શબાના આઝમી સાથે પાર્ટીમાં આવ્યા હતા. જ્યાં જાવેદ અખ્તરે મરૂન કુર્તા અને કમરકોટ પહેર્યો હતો. જ્યારે શબાના બ્લેક કફ્તાન સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. પાપારાઝીએ પણ જાવેદ અખ્તરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
માધુરી દીક્ષિત મિરર ડિટેલિંગ સાથે પીળી સાડીમાં જોવા મળી હતી. તેણે સાડી ઉપર જેકેટ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો. ન્યૂનતમ મેકઅપ કરીને અને સ્ટાઇલિશ પોનીટેલમાં વાળ બાંધીને, તેમણે હસતાં હસતાં પાપારાઝી માટે પોઝ આપ્યો. આ પાર્ટીના હોસ્ટ અનિલ કપૂર બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા. પાપારાઝીએ તેમને ‘કેપ્ટન રોકી’ કહીને સંબોધ્યા હતા. અનિલ કપૂરની આગામી ફિલ્મ ‘ફાઇટર’ છે. આ ફિલ્મમાં તે કેપ્ટન રોકીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ગણતંત્ર દિવસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે જોવા મળી હતી. જ્યાં સોનમ બ્લેક ફેધર કોટ પહેરેલી જોવા મળી હતી. આનંદ બ્રાઉન આઉટફિટમાં જોવા મળ્યો હતો. બંનેની પીડીએ મોમેન્ટો કેમેરામાં કેદ થઈ હતી.
લાંબા સમય બાદ અનુપમ ખેર જાહેરમાં જોવા મળ્યા હતા. તેણે ‘જય શ્રી રામ’ કહીને પાપારાઝીનું અભિવાદન કર્યું. જાવેદ અખ્તરનો પુત્ર ફરહાન અખ્તર પત્ની શિબાની દાંડેકર સાથે જોવા મળ્યો હતો. કપલ હાથ પકડીને જોવા મળ્યું હતું. જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તર માતા હની ઈરાની સાથે જોવા મળી હતી. આ બર્થડે પાર્ટીમાં આ સિવાય દિવ્યા દત્તા, હર્ષવર્ધન કપૂર, બોની કપૂર અને ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર પણ જોવા મળ્યા હતા.
જુઓ ફોટા..
માધુરી દીક્ષિત ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં જજ તરીકે જોવા મળશે.
ફરહાન અખ્તરે 2022માં શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા હતા.
સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે જોવા મળી હતી.
અનિલ કપૂર ટૂંક સમયમાં ‘ફાઇટર’માં જોવા મળશે.
પાપારાઝીએ જાવેદ અખ્તરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂર પણ જોવા મળ્યો હતો.
દિવ્યા દત્તા સફેદ સાડી પહેરેલી જોવા મળી હતી.
ઝોયા અખ્તર માતા હની ઈરાની સાથે પાર્ટીમાં આવી હતી.
ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર પણ જોવા મળ્યા હતા.