શાહિદ કપૂર સાથેની ફિલ્મ કબીર સિંહની સફળતા બાદ સંદીપ વાંગા રેડ્ડી બીજી હિન્દી ફિલ્મ લઈને આવી રહ્યા છે. રણબીર કપૂરને લીડ રોલમાં રજૂ કરતી આ ફિલ્મના પોસ્ટર સાથે પ્રમોશનની શરૂઆત થઈ છે. તાજેતરમાં રણબીર કપૂરનું કેરેક્ટર શેર થયું હતું અને હવે અનિલ કપૂરનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે. અનિલ કપૂર આ ફિલ્મમાં રણબીરના પિતા બલબીર સિંહનો રોલ કરવાના છે. અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતાં જણાવ્યું હતું કે એનિમલ કા બાપ.. બલબીર સિંહ. પોસ્ટરમાં અનિલ કપૂરના ચહેરા પર ગુસ્સો અને આક્રમકતા દેખાય છે. આ સાથે ઈજા અને વાગ્યાના નિશાન પણછે. બેકગ્રાઉન્ડમાં રંગીન ફૂલો જોવા મળે છે. અનિલ કપૂરે પોસ્ટર શેર કર્યા બાદ કોમેન્ટ્સ શરૂ થઈ ગઈ છે.
અનિલ કપૂરે વેબ સિરીઝ બાદ હવે ફિલ્મોમાં પણ એક્શન રોલ સાથે વાપસી કરી છે. ઘણાં લોકોએ અનિલ કપૂરની જૂની હિટ ફિલ્મોને પણ યાદ કરી હતી. એનિલમાં રણબીરની સાથે લીડ રોલમાં રશ્મિકા મંદાના છે. બોબી દેઓલ પણ મહત્ત્વના રોલમાં છે. બોબી દેઓલ લાંબા સમય બાદ ફિલ્મમાં આવી રહ્યા છે. પહેલી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. આ બિગ બજેટ અને મલ્ટિ સ્ટાર ફિલ્મની સીધી ટક્કર વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર સામે થવાની છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં બોક્સઓફિસ પર મોટી ટક્કર જોવા ઓડિયન્સની સાથે ક્રિટિક્સ પણ ઉત્સુક છે.