8 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ભારતીય અને ગ્લોબલ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ‘A’ રેટેડ હિન્દી ફિલ્મ બની ગઈ છે.
3.5 કલાકની આ ફિલ્મમાં ઘણા હિંસક અને અંતરંગ સીન છે, જે દર્શકોને ચોંકાવી દે છે. હાલમાં જ આ ફિલ્મ બાંગ્લાદેશમાં રિલીઝ થઈ છે.
‘એનિમલે’ ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 533.98 કરોડ રૂપિયાની કમાણી કરી છે
એડિટિંગ પછી લગભગ 3 કલાકની ફિલ્મ
ખાસ વાત એ છે કે આ ફિલ્મ બાંગ્લાદેશના સિનેમાઘરોમાં ઘણા હિંસક, ઘનિષ્ઠ અને વિચલિત દ્રશ્યોને હટાવ્યા બાદ રિલીઝ કરવામાં આવી છે.
માહિતી આપતાં એક સૂત્રએ કહ્યું કે, ‘બાંગ્લાદેશ ફિલ્મ સેન્સર બોર્ડે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ફિલ્મ જ્યાં સુધી તેના એડલ્ટ સીન્સને કાપવામાં નહીં આવે ત્યાં સુધી રિલીઝ નહીં થઈ શકે. નિર્માતાઓ આ માટે સંમત થયા અને ફિલ્મમાંથી લગભગ 27 મિનિટના દ્રશ્યો કાપવામાં આવ્યા. હવે બાંગ્લાદેશમાં રિલીઝ થયેલી આ ફિલ્મનો રન ટાઈમ 2 કલાક 56 મિનિટનો છે.
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, ‘અપેક્ષિત પ્રમાણે દર્શકો ફિલ્મનું સેન્સર્ડ વર્ઝન જોઈને ખુશ નથી, કારણ કે કાપવામાં આવેલા સીનથી ફિલ્મના આઘાતજનક તત્વને અસર થઈ છે.’ બાંગ્લાદેશમાં 7 ડિસેમ્બરે ‘એનિમલ’ને રિલીઝ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
ફિલ્મમાં ઘણા એવા સીન છે જેમાં ખૂબ જ લોહીલુહાણ બતાવવામાં આવ્યું છે
‘સાલાર’ પણ બાંગ્લાદેશમાં ક્લિયરન્સની રાહમાં
અન્ય એક સૂત્રએ માહિતી આપી છે કે એનિમલ બાદ ‘સાલાર’ બાંગ્લાદેશમાં પણ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. ફિલ્મને ભારતમાં ‘A’ રેટિંગ મળ્યું છે અને તે બાંગ્લાદેશમાં રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે તે આવતા અઠવાડિયે ત્યાં રિલીઝ થઈ શકે છે કે કેમ.
જોકે, બાકીની દુનિયાની જેમ શાહરુખ ખાનની ‘ડંકી’ બાંગ્લાદેશમાં 21 ડિસેમ્બરે જ રિલીઝ થઈ છે.
ભારતમાં ‘A’ રેટિંગ સાથે રિલીઝ થયેલી સલાર પણ બાંગ્લાદેશમાં રિલીઝ માટે સેન્સરની મંજૂરીની રાહ જોઈ રહી છે
‘પઠાન’ બાંગ્લાદેશમાં રિલીઝ થયેલી પહેલી હિન્દી ફિલ્મ હતી
બાંગ્લાદેશમાં રિલીઝ થનારી શાહરુખ ખાનની ‘પઠાન’ બોલિવૂડની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ બાંગ્લાદેશમાં 12 મેના રોજ રિલીઝ થઈ હતી, ત્યારબાદ 27 ઓગસ્ટના રોજ સલમાન ખાન સ્ટારર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આવી હતી.