38 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ અંકિતા લોખંડેના હાથમાં ઈજા થઈ છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. અંકિતાએ પોતે આ માહિતી અને ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તેની સાથે પતિ વિકી જૈન પણ જોવા મળી રહ્યો છે.

ગુરુવારે મોડી રાત્રે અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેનો જમણો હાથ ઈજાગ્રસ્ત જોવા મળે છે. આ મુશ્કેલ સમયમાં પતિ વિકી પણ તેની સાથે હાજર છે. આ તસવીરોની સાથે અંકિતાએ કેપ્શનમાં લખ્યું છે- બીમાર અને તબિયતમાં સાથે.
શેર કરેલી તસવીરો પર એક નજર…



હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે અંકિતાએ કરન જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 3’ની ઓફર ઠુકરાવી દીધી છે. જો કે અંકિતાએ આ અફવાને ખોટી ગણાવી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને જણાવ્યું કે આ બધી વાતો માત્ર અફવા છે.

અંકિતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં જ ફિલ્મ ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હુડ્ડા પણ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં તે વેબ સિરીઝ ‘આમ્રપાલી’માં જોવા મળશે. આ સિરીઝમાં તે આમ્રપાલીના રોલમાં જોવા મળશે.