6 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન મોટાભાગે ‘ બિગ બોસ 17’ના ઘરમાં તેમના ઝઘડાઓને કારણે સતત ચર્ચામાં રહે છે. આ વખતે તેમની લડાઈ એટલી વધી ગઈ કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. ખરેખર બિગ બોસના ઘરમાં નકલી કોર્ટ સેટ બનાવવામાં આવ્યો હતો. જેમાં મુનવ્વરના ફારુકીને ઉભા રાખવામાંઆવ્યા હતા. અંકિતા લોખંડે મુનવ્વરના વકીલ તરીકે જોવામાં આવી હતી, જ્યારે વિકી જૈન તેની સામે હતો.
દરમિયાન, બિગ બોસે વિકી જૈનને સુનાવણી શરૂ કરતા પહેલાં તેની ફી અંગે ચર્ચા કરવા કહ્યું હતું. તેમણે અંકિતાને તેમની ફી અંગે મુનવ્વર સાથે વાત કરવાનું પણ કહ્યું હતું. આના પર વિકીએ ટોણો માર્યો અને કહ્યું કે તે અંકિતાની ફી અંગે પણ ચર્ચા કરશે. પરંતુ અભિનેત્રીએ તેમને અટકાવ્યો અને કહ્યું – ના બિગ બોસ હું જાતે કરી શકું છું.
વિકી અંકિતાને ફી બાબતે વારંવાર ચીડવતો હતો. કંટાળીને અંકિતાએ તેને કહ્યું- મારી સાથે આ બધું ના કર. ક્યાંક આપણા છૂટાછેડાનો કેસ શરૂ ન થાય. અંકિતાની વાત સાંભળીને ઘરના તમામ સભ્યો સ્તબ્ધ થઈ ગયા, પછી મુનવ્વર કહે છે, ‘તું બહુ બોલે છે’. જેના પર વિકીએ અંકિતાને કહ્યું કે જો તેમણે આવું કહ્યું હોત તો તેમને અલગ રીતે લેવામાં આવ્યું હોત.
વિકી પોતાના મંતવ્યો વ્યક્ત કરતી વખતે આયેશા ખાન પર સતત મોક ટ્રાયલ કરી રહ્યો હતો. તે મુનવ્વર વિરુદ્ધ સતત તમામ મુદ્દા ઉઠાવતો હતો. મુનવ્વર અને અંકિતા તેમની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પતિના આકરા શબ્દો સાંભળીને અંકિતા વિકી પર ગુસ્સે થઈ જાય છે.
વિકી થોડા દિવસો પહેલાં અંકિતા પર ગુસ્સે થયો હતો
થોડા દિવસો પહેલા વિકી જૈન અને અભિષેક કુમાર એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. તેમની વચ્ચેની લડાઈ દરમિયાન જ્યારે અંકિતા બોલે છે ત્યારે વિકી ખૂબ ગુસ્સે થતો જોવા મળે છે. એક ક્ષણ માટે એવું લાગ્યું કે તે અંકિતાને થપ્પડ મારવાની કોશિશ કરી રહ્યો છે. અભિષેક અને વિકી વચ્ચે ખાવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન અંકિતા લોખંડે તેમની વાતચીતમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરે છે. આ જોઈને વિકી પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકતો નથી. આ જોઈને અંકિતાના ફેન્સ તેને વિકીને છૂટાછેડા લેવાની સલાહ આપી રહ્યા છે.