36 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિનેત્રી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે શોર્ટ્સ પહેરીને મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. તેના હાથ પર ફ્રેકચર કેસીંગ હતું. મંદિરમાંથી બહાર આવ્યા બાદ એક્ટ્રેસ ફોટોગ્રાફર સાથે વાત કરતી જોવા મળતી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે અંકિતા લોખંડે પર નારાજગી વ્યક્ત કરી કારણ કે શોર્ટ્સ પહેરીને મંદિરે ગઈ હતી. ઘણા લોકોએ તેની હેરસ્ટાઈલની મજાક પણ ઉડાવી હતી.

સોશિયલ મીડિયા પર યુઝર્સનું હતું કંઈક આવું રિએક્શન
સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના ડ્રેસિંગને લઈને ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તમે આવા કપડાં પહેરીને મંદિર આવ્યા છો… વાહ દીદી. પોતાની ઈજા પર શંકા વ્યક્ત કરતા અન્ય યુઝરે લખ્યું- ક્યારેક જમણા હાથમાં તો ક્યારેક ડાબા હાથમાં.




એટલું જ નહીં, લોકોને તેની હેરસ્ટાઈલ પણ પસંદ ન આવી. લોકોનું કહેવું છે કે અંકિતા પોતાને ટીનેજર માને છે અને બાળકની જેમ વર્તે છે, જે તેને શોભતું નથી.


થોડા દિવસ પહેલાં અંકિતા લોખંડેએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હાલમાં મુંબઈમાં આવેલા ડરામણા ધૂળના તોફાનને જોઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી. આ વાત પર લોકોએ તેમને ખૂબ ટ્રોલ પણ કરી હતી. તે કહે છે કે તે શા માટે આટલી ઓવરએક્ટ કરી રહી છે? એમાં ખાસ શું છે? તે તોફાન જોયા પછી એટલી ઉત્સાહિત થઈ રહી છે કે તેના કારણે ગરીબ લોકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.



હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે અંકિતાએ કરન જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 3’ની ઓફર ફગાવી દીધી છે. જો કે અંકિતાએ આ અફવાને ખોટી ગણાવી છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને તેમણે જાણકારી આપી છે કે આ બધી વાતો માત્ર અફવા છે.

અંકિતાનું વર્કફ્રન્ટ
અંકિતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ સ્વાતંત્ર્યવીર સાવરકરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હુડ્ડા પણ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં તે વેબ સિરીઝ ‘આમ્રપાલી’માં જોવા મળશે. આ સિરીઝમાં તે આમ્રપાલીના રોલમાં જોવા મળશે.
