2 કલાક પેહલા
- કૉપી લિંક
‘લાપતા લેડીઝ’ બાદ હવે વધુ એક હિન્દી ફિલ્મે ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી કરી છે. સંધ્યા સૂરીની ફિલ્મ સંતોષને પણ ઓસ્કારમાં મળી છે. જેને UK એ 2025માં યોજાનાર ઓસ્કાર માટે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે પસંદ કરી છે.
બાફ્ટાએ ફિલ્મ કરી પસંદ
ડેડિનના રિપોર્ટ અનુસાર, સંતોષ ફિલ્મની પસંદગી બાફ્ટા દ્વારા કરવામાં આવી છે. UK દ્વારા એન્ટ્રીઓ સબમિટ કરવા માટે આ સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે.
UKએ હિન્દી ફિલ્મ કેમ પસંદ કરી?
એકેડમીના નિયમો અનુસાર, બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં મોકલવામાં આવેલી ફિલ્મ મોટાભાગે નોન-અંગ્રેજી હોવી જોઈએ, તેથી UK એ આ ફિલ્મની પસંદગી કરી છે.

ફિલ્મને ભારત તરફથી ઓસ્કારમાં એન્ટ્રી કેમ ન મળી?
ભારતની કોઈપણ ફિલ્મને ઓસ્કારમાં એન્ટ્રી મેળવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું પડે છે. જેવી ફિલ્મ ભારતમાં રિલીઝ થવી જોઈએ. આ ફિલ્મ સતત સાત દિવસ સિનેમાઘરોમાં દેખાડવી જોઈએ. 50 ટકાથી વધુ ફિલ્મ હિન્દીમાં હોવી જોઈએ. આ સાથે, ફિલ્મનો સમયગાળો 40 મિનિટથી વધુ હોવો જોઈએ. જ્યારે સંતોષ ફિલ્મ હજુ સુધી ભારતમાં રિલીઝ થઈ નથી, તેથી આ ફિલ્મને ભારતમાંથી ઓસ્કારમાં એન્ટ્રી મળી નથી.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ થયું હતું પ્રીમિયર
સંતોષ ફિલ્મ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ કરવામાં આવ્યું છે. બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીએ આ ફિલ્મ લખી અને દિગ્દર્શિત કરી છે. આ ફિલ્મનું મેકિંગ પણ માઈક ગુડરિજ, જેમ્સ બોશર, બાલ્થાઝર ડી ગાને અને એલન મેકએલેક્સ દ્વારા કરવામાં આવ્યું છે. દરમિયાન, અમા એમ્પાડુ, ઈવા યેટ્સ, ડાયર્મિડ સ્ક્રિમશો, લુસિયા હાસ્લોઅર અને માર્ટિન ગેરહાર્ડ તેના એક્ઝિક્યુટિવ મેકર છે. આ ફિલ્મને બ્રિટનમાં જબરદસ્ત સફળતા મળી છે.

શું છે ફિલ્મ ‘સંતોષ’ની સ્ટોરી?
‘સંતોષ’ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રીનું નામ છે. જેના લગ્ન થાય છે અને થોડા સમયમાં તેના પતિનું મૃત્યુ થઈ જાય છે. આ પછી, તેણીને તેના પતિની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળે છે, જ્યારે એક નાની છોકરીની હત્યા કરવામાં આવે છે. આ પછી તે હત્યાનો ભેદ ઉકેલતી જોવા મળે છે. શહાના ગોસ્વામીએ આ ફિલ્મમાં સંતોષનું પાત્ર ભજવ્યું છે. જ્યારે સુનીતા રાજવાર પણ તેની સાથે છે.