14 મિનિટ પેહલાલેખક: તસ્વીર તિવારી
- કૉપી લિંક
કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘તેજસ’ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. જેમાં તેમની સાથે એક્ટ્રેસ અંશુલ ચૌહાણ પણ જોવા મળી હતી. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન અભિનેત્રીએ કંગના વિશે કેટલીક ખાસ વાતો જણાવી હતી. તેમણે કંગના સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. અંશુલે કહ્યું કે જ્યારે તમે સારા એક્ટર સાથે કામ કરો છો ત્યારે તમારામાં સુધારો આવે છે. તેમણે કહ્યું કે કંગના સાથે કામ કરીને મને ઘણું શીખવા મળ્યું છે. અંશુલે સ્ટારર ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂરની નાની બહેનનો રોલ કર્યો છે. અભિનેત્રી કહે છે કે આ બધા કલાકારો સાથે કામ કરવું મારા માટે સૌભાગ્યની વાત છે.
કંગના રનૌત સાથે એક્ટ્રેસ અંશુલ ચૌહાણ
કંગના રનૌત અસલી જીવનમાં કેવી છે?
‘તેજસ’માં કંગનાના સહ-એક્ટ્રેસ અંશુલ ચૌહાણે કહ્યું કે કંગના એક અનુભવી અભિનેત્રી છે. પોતાની વાતને આગળ વધારતા અભિનેત્રીએ કહ્યું- મેં શૂટિંગ દરમિયાન તેમની સાથે ઘણો સમય વિતાવ્યો હતો. ત્યારે મને સમજાયું કે તે પણ અમારા જેવી જ સામાન્ય વ્યક્તિ છે.
આ સાથે જ કહ્યું કે, ‘તેજસ’ના શૂટિંગ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે આ ફિલ્મમાં એર ફાઈટ સીન બતાવવામાં આવ્યો છે. ફિલ્મના મોટા ભાગના સીન ક્રોમા પર શૂટ કરવામાં આવ્યા છે. અભિનેત્રી કહે છે કે ક્રોમા પર શૂટિંગ કરવામાં થોડી સમસ્યા છે. આપણે ત્યાં ગ્રીન સ્ક્રીન પર જ બધી લાગણીઓ બતાવવાની છે. આપણી પાસે બહુ ઓછા સંસાધનો છે, તમારે દરેક વસ્તુની કલ્પના કરવી પડશે. ક્રોમા પર ફાઇટ સીન કરવા એ અંશુલ માટે એકદમ નવો અનુભવ હતો.
અંશુલે શાહરુખ ખાનને ‘બોલિવૂડનો કિંગ’ કહ્યો
અંશુલે રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન રણવીર સિંહને ‘ઊર્જાવાન’ અને શાહરુખ ખાનને ‘બોલિવૂડનો રાજા’ ગણાવ્યો હતો. ફિલ્મ ‘એનિમલ’માં અંશુલના પિતાની ભૂમિકા ભજવનાર અનિલ કપૂરનું નામ લેવા પર એક્ટ્રેસે કહ્યું ‘ચોંકાવનારું’. આ સાથે જ તેમણે ‘એનિમલ’ના ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીનું નામ ‘ઈન્ટેન્સ’ રાખ્યું. તેમણે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર ઓરીને ‘માર્કેટિંગનો માસ્ટરમાઈન્ડ’ કીધો હતો. અભિનેત્રીઓના નામ લેવા પર તેમણે દીપિકા પાદુકોણને ‘હોટ’ અને રશ્મિકા મંદન્નાને ‘ક્યૂટ’ ના ટેગ આપ્યાં હતા.
શું છે ફિલ્મની વાર્તા?
આ ફિલ્મમાં તેજસ ગિલ નામના એરફોર્સ ઓફિસરની વાર્તા દર્શાવવામાં આવી છે, જેનું પાત્ર કંગના રનૌતે ભજવ્યું છે. આશાસ્પદ વિંગ કમાન્ડર તેજસ દેશ માટે કોઈપણ જોખમ લેવા માટે હંમેશા તૈયાર છે.
તેજસને પાકિસ્તાન જવાની અને ભારતીય એજન્ટને બચાવવાની જવાબદારી મળે છે. હવે તેજસ આ મિશનમાં સફળ થાય છે કે નહીં તેના પર ફિલ્મની સ્ટોરી લાઇન આધારિત છે.
‘તેજસ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી
કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ 2023ની મોટી ફ્લોપ સાબિત થઈ હતી. 27 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે ચોથા દિવસે માત્ર 40 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ રીતે 4 દિવસમાં ફિલ્મનું કલેક્શન માત્ર 4 કરોડ 15 લાખ રૂપિયા થયું હતું.
ફિલ્મના કલેક્શન પરથી સમજી શકાય છે કે ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. વાસ્તવમાં દર્શકો તેને જોવા માટે થિયેટરમાં ગયા ન હતા. આ જ કારણ છે કે થિયેટર માલિકોએ તેજસના તમામ શો કેન્સલ કરવા પડ્યા હતા. જ્યારે ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહટાએ આ ફિલ્મ વિશે કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો.