40 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનુપમ ખેરે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે ઘણી મોટી ફિલ્મોમાં કામ કરવા છતાં તેઓ નાદારીની આરે હતા. આ ખરાબ સમયમાં તેમની કાર પણ ચોરાઈ ગઈ હતી.
શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં અનુપમ ખેરે કહ્યું હતું કે, ‘ટીવી ટાયકૂન બનવાની કોશિશ કરતાં હું 2003-04માં લગભગ નાદાર થઈ ગયો હતો. તે સમયે હું સ્થાપિત થઈ ગયો હતો અને સારી ફિલ્મો કરી રહ્યો હતો. પરંતુ મારી ઓફિસ અને ઘર બંને વેચાવાના આરે હતા.
એક દિવસ મને યાદ આવ્યું કે કેવી રીતે એક સંઘર્ષશીલ એક્ટર તરીકે હું સફળતા મેળવવા મહાલક્ષ્મી મંદિરમાં જતો હતો. પરંતુ એકવાર હું એક્ટર બની ગયો, મેં જવાનું બંધ કરી દીધું. મને લાગ્યું કે ભગવાન મારાથી નારાજ છે અને તેથી જ મારા ખરાબ દિવસો આવી ગયા છે.
અનુપમે કહ્યું- પોલીસવાળા મારા પર હસી રહ્યા હતા ઈન્ટરવ્યુમાં અનુપમે આગળ જણાવ્યું કે, કેવી રીતે તેમની સામેથી તેમની કાર ચોરાઈ ગઈ. એક્ટરે કહ્યું, ‘મને ડ્રાઇવિંગનો બહુ શોખ નથી. પરંતુ તે દિવસે હું મારી જાતે ગાડી ચલાવીને મંદિર ગયો હતો. હું ચાલૂ કાર છોડીને દર્શન કરવા બહાર નીકળ્યો. હું દર્શન કરવા માટે નીચે નમ્યો ત્યારે મેં જોયું કે ચોર મારી કાર લઈને ભાગી રહ્યો હતો.
મેં તરત જ ઓટો બોલાવી અને ડ્રાઈવરને કાર ફોલો કરવા કહ્યું. જોકે અમે તે ચોરને પકડી શક્યા નહીં. પછી અમે પોલીસ સ્ટેશન ગયા. જ્યારે મેં પોલીસને કહ્યું કે કાર કેવી રીતે ચોરાઈ, તો તે હસવા લાગ્યા. તેને માનવામાં જ આવતું નહતું. તેને આ ધટના કોઈ ફિલ્મના સીન જેવી લાગતી હતી.
ફિલ્મમાં કંગના સાથે અનુપમ જોવા મળશે
અનુપમ ખેરે મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સરંશથી’ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો. આ લિસ્ટમાં ‘રામ લખન’, ‘તેઝાબ’, ‘લમ્હે’, ‘દિલ’, ‘વિજય’, ‘ખોસલા કા ઘોસલા’, ‘બેબી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આગામી સમયમાં તે ‘ઈમરજન્સી’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના રનૌત સાથે સ્ક્રીન શેર કરશે.