2 કલાક પેહલા
- કૉપી લિંક
વિક્રાંત મેસી અભિનિત ફિલ્મ ’12th ફેઇલ’ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ વિધુ વિનોદ ચોપરાના નિર્દેશનમાં બની હતી. તેના તાજેતરના ઈન્ટરવ્યૂમાં વિક્રાંતે જણાવ્યું કે ’12th ફેઇલ’ પહેલા તેને OTT એક્ટર કહેવામાં આવી રહ્યો હતો. હકીકતમાં જ્યારે વિધુ વિનોદ ચોપરાએ વિક્રાંતને સાઈન કર્યો હતો ત્યારે તેની પત્નીએ તેને અટકાવ્યો હતો. વિક્રાંતે કહ્યું, ‘અનુપમા ચોપરાને લાગતું હતું કે હું ઓટીટી એક્ટર છું તો લોકો થિયેટરમાં મારી ફિલ્મો જોવા કેમ આવશે. તેમને શંકા હતી કે આ ફિલ્મ નહીં ચાલે.’
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/1705127622cms-11707206338_1719570611.jpg)
અનુપમા ચોપરાએ વિધુ વિનોદ ચોપરાને કહ્યું હતું કે, ‘તમે આટલા દિવસો પછી ફિલ્મ બનાવી રહ્યા છો. તમારી અગાઉની ફિલ્મ ‘શિકારા’ પણ ચાલી ન હતી અને હવે તમે આ જોખમ ઉઠાવી રહ્યા છો. તમારું અને વિક્રાંતનું નામ જોઈને લોકો સિનેમા હોલમાં નહીં આવે.’ એક ઈવેન્ટ દરમિયાન વિધુ વિનોદ ચોપરાએ પણ કહ્યું હતું કે ‘મારી પ્રિય પત્નીને મારી ફિલ્મ પર વિશ્વાસ નથી.’
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/12th-fail-film1705073553_1719570619.jpg)
તમને જણાવી દઈએ કે, અનુપમા ચોપરા પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક છે. અનુરાગ પાઠકના પુસ્તક પર આધારિત, આ ફિલ્મને ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં કુલ 70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/screenshot-2024-04-16-1743481713269682_1719570642.png)
ફિલ્મની વાર્તા શું છે
આ ફિલ્મ લેખક અનુરાગ પાઠકના પુસ્તક ’12th ફેલ’ પર આધારિત છે. ફિલ્મનું ટાઈટલ પણ એ જ રહ્યું છે. ફિલ્મનો મુખ્ય સાર એ છે કે,- હારનાર એ છે જે લડ્યા નથી. જોકે વિધુ વિનોદ ચોપરાની આ ફિલ્મ IPS મનોજ કુમાર શર્માના વાસ્તવિક જીવનથી પ્રેરિત છે, પરંતુ તે દેશના દરેક ગામ અને નાના શહેરોના યુવાનોની વાર્તા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને મેધા શંકર મુખ્ય કલાકાર તરીકે જોવા મળે છે.