32 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
આજકાલ એક્ટર વકાર શેખ સીરિયલ ‘અનુપમા’માં જોવા મળી રહ્યો છે. અનુજ (ગૌરવ ખન્ના), અનુપમા (રૂપાલી ગાંગુલી), અને યશદીપ (વકાર શેખ) વચ્ચે તેના ચાલુ ટ્રેક માટે ચર્ચામાં રહે છે. જો કે, સત્ય એ છે કે છેલ્લા કેટલાક મહિનામાં શોની ટીઆરપીમાં ઘટાડો થયો છે.
શોના ફેન્સ વકાર શેખને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અનુજ અને અનુપમા હવે અલગ થઈ ગયા હોવાથી ફેન્સ થોડા નિરાશ છે. વકારની વાત માનીએ તો તે ફેન્સના આ પ્રકારના રિએક્શન માટે પહેલાંથી જ તૈયાર હતો.
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વકારે કહ્યું, ‘હું આ પહેલાં ટ્રાયએંગલ લવસ્ટોરીનો હિસ્સો રહ્યો છું. મેં 90ના દાયકામાં સિરિયલ ‘હીના’ કરી હતી. શરૂઆતમાં લીડ એક્ટ્રેસ સામે અન્ય કોઈ એક્ટર હતા. એક વર્ષ પછી નિર્માતાઓએ સ્ટોરી લાઇનમાં ફેરફાર કર્યો. મારું પાત્ર હીનાની વિરુદ્ધનું બન્યું. તે પછી પણ આ શો 4 વર્ષ સુધી સુપરહિટ રહ્યો.
એવું નથી કે તમે વચમાં કોઈ લોકપ્રિય શોમાં એન્ટ્રી કરશો તો દર્શકોને તે ગમશે નહીં. પરંતુ સમય સાથે તેઓ પણ તમને સ્વીકારે છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અંગે એક્ટરે જણાવ્યું હતું કે, ‘સારી વાત એ છે કે હું ટ્રોલિંગને બિલકુલ ગંભીરતાથી લેતો નથી. હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ છું. મને પણ બહુ મજા આવે છે. પરંતુ નેગેટિવ કમેન્ટની મારા પર કોઈ અસર થતી નથી. હું મારું કામ ઈમાનદારીથી કરું છું.
હું લગભગ 30 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છું. મને ખાતરી છે કે જે પ્રેક્ષકો આજે મને નફરત કરી રહ્યા છે તે કાલે પણ મને પ્રેમ કરશે.
અભિનેતાએ શોની ઘટી રહેલી ટીઆરપી પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘અમારો શો હજુ પણ નંબર 1 શો છે. મતલબ કે મેકર્સ અને એક્ટર્સ સારું કામ કરી રહ્યા છે. કોઈપણ શો મેકર્સ માટે ટીઆરપી ખૂબ જ જરૂરી છે. જો કે, એક એક્ટર તરીકે અમે અમારા 100 ટકા જ આપી શકીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વકાર ‘ચંદ્રકાંતા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘સારા આકાશ’, ‘જન્નત’ જેવા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂક્યો છે.