14 કલાક પેહલા
- કૉપી લિંક
આજકાલ દરેક ઘરમાં કોઈને કોઈ તો ‘અનુપમા’ સિરિયલનું ફેન હોય છે. સિરિયલ આવે એટલે ટીવી સામે ગોઠવાઈ જાય ત્યાં સુઘી ઉભા ન થાય જ્યાં સુધી સિરિયલ પુરી ન થાય. આ સિરિયલમાં જો સૌથી વધુ ગમતું પાત્ર હોય તો તે છે અનુપમા. હાલમાં જ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ કો-એક્ટર ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાના એક વીડિયો પર રિએક્શન આપ્યું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આકાંક્ષા બિલાડીના બચ્ચાને ઉપરથી નીચે ફેંકે છે, વીડિયો વાઇરલ થતાં જ લોકોએ આકાંક્ષાના આ કૃત્યને શરમજનક ગણાવ્યું હતું.
વીડિયો વાઇરલ થતા જ રૂપાલીએ પણ રિએક્શન આપ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર રૂપાલી અને ગૌરવના ફેન્સ વચ્ચેની ચર્ચાએ જોર પકડ્યું હતું.આ મામલો એટલો વધી ગયો કે એક ફેન્સે તો ત્યાં સુધી લખી નાખ્યું કે રૂપાલીએ આકાંક્ષાની ઈમેજ ખરાબ કરવા માટે PRને પૈસા આપ્યા હતા.
તો બીજીતરફ રૂપાલીએ ટ્રોલ કરનારાઓને જડબાતોબ જવાબ આપીને મોઢું બંધ કર્યું
રૂપાલીએ આ ફેન્સની કમેન્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે x પર લખ્યું- તમે આવીને મને કેમ નથી મળતા, આ પછી તમે મને હોંશે-હોંશે આ પ્રશ્ન પૂછી શકો છો… જય માતા દી…
આ પહેલાં રૂપાલીએ વધુ એક ટ્વિટ કર્યું હતું. જેમાં એક્ટ્રેસે લખ્યું હતું – દરેકને વિનંતી છે કે પોઝિટિવિટીનેનેગેટિવિટી પર હાવી ન થવા દો. આ સિવાય તમારા પરિવારના સભ્યોને રોજના ઝઘડામાં ન ખેંચો.
જે વ્યક્તિ પ્રાણીઓને આટલો પ્રેમ કરે છે તેની નિંદા હું કેવી રીતે કરી શકું? જેમણે ઘરમાં પશુઓને પણ આશરો આપ્યો છે. આપ સૌને થોડી મર્યાદા રાખવાની વિનંતી કરવામાં આવે છે.
47 વર્ષની એક્ટ્રેસ રૂપાલી હાલમાં ટીવી શો ‘અનુપમા’માં છે. તે આ શોમાં લીડ રોલમાં હોય દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. રૂપાલીની લોકપ્રિયતા પણ ઘણી જબરદસ્ત છે. સોશિયલ મીડિયા પર 20 લાખથી વધુ ફોલોઅર્સ છે.
રૂપાલી પ્રખ્યાત નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે
રૂપાલી દિવંગત ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે. એક્ટ્રેસે માત્ર 7 વર્ષની ઉંમરે તેના પિતાની ફિલ્મ ‘સાહેબ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જો કે, તેને ટીવી શો ‘સંજીવની’ અને ‘સારાભાઈ vs સારાભાઈ’થી ઓળખ મળી. એક્ટ્રેસ રિયાલિટી શો બિગ બોસની પ્રથમ સિઝનનો પણ ભાગ હતી.
2013માં રૂપાલીએ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. 7 વર્ષ પછી 2020 માં ‘અનુપમા’ સાથે એક્ટિંગની કરિયરમાં કમબેક કર્યું હતું.