2 કલાક પેહલા
- કૉપી લિંક
ડિરેક્ટર અને એક્ટર અનુરાગ કશ્યપે હાલમાં જ ઘણા ખુલાસા કર્યા છે. તેણે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો છે. દિગ્દર્શકે કહ્યું કે હવે તેની પાસે હિંદી ફિલ્મો બનાવવા માટે કોઈ રોમાંચ બચ્યો નથી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રિસ્ક ફેક્ટર ઘટાડવા અને રિમેક બનાવવાની વાત પણ કરી છે.
ફિલ્મ બનાવવાનો રોમાંચ શમી થઈ ગયો છે – અનુરાગ અનુરાગ કશ્યપે હોલિવૂડ રિપોર્ટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેને કંઈ નવું કરવા મળી રહ્યું નથી. જેના કારણે તે ફિલ્મો બનાવવાનો ઉત્સાહ ગુમાવી બેઠો છે. તેને લાગે છે કે આનું કારણ એક્ટર્સની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી છે કારણ કે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે જેમાં એક્ટર્સે એક્ટિંગને બદલે સ્ટાર બનવા પર વધુ ધ્યાન આપવું પડશે.
પોતાની ફિલ્મોમાં કોઈ પ્રયોગ કરી શકતો નથી – અનુરાગ અનુરાગે કહ્યું કે આજના સમયમાં હું બહાર જઈને કોઈ નવી અલગ પ્રકારની ફિલ્મ કરી શકતો નથી, હું મારી ફિલ્મોમાં કોઈ પ્રયોગ નથી કરી શકતો. કારણ કે હવે બધું પૈસા પર આવી ગયું છે. જેમાં પ્રોડ્યુસર્સ માત્ર નફો અને માર્જિન વિશે જ વિચારે છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ બધું નક્કી થઈ જાય છે કે ફિલ્મ કેવી રીતે વેચાશે અને કેટલો નફો થશે. એટલે ફિલ્મ બનાવવાની મજા જ પૂરી થઈ ગઈ છે.
હું આવતા વર્ષે સાઉથ શિફ્ટ થઈશ – અનુરાગ ડિરેક્ટરે આગળ કહ્યું- હું આવતા વર્ષે મુંબઈ છોડીને સાઉથ શિફ્ટ થઈ જઈશ. હું ત્યાં જવા માગું છું જ્યાં દરેક કામ કરવા માટે ઉત્સાહિત હોય. નહિ તો માકે વૃદ્ધ માણસની જેમ જીવવું પડશે અને મરી જઈશ. હું આપણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી ખૂબ જ નારાજ અને નિરાશ થઈ ગયો છું. હું ઈન્ડસ્ટ્રીના લોકોની વિચારસરણીથી પણ ખૂબ નારાજ છું.
બોલિવૂડમાં માત્ર રિમેક બની રહી છે- અનુરાગ અનુરાગે ઈન્ડસ્ટ્રીની વિચારસરણી વિશે પણ વાત કરી છે. તેણે કહ્યું- બોલિવૂડમાં માત્ર રિમેક જ બની રહી છે. ફિલ્મ મેકર્સ કંઈ નવું કરવા માંગતા નથી. હું આ માનસિકતાથી ખૂબ કંટાળી ગયો છું. એજન્સીઓ કલાકારોના માઇન્ડ વોશ કરી રહી છે અને તેમને સ્ટાર બનાવવા અને પૈસા કમાવવા માટે તેમને ગ્લેમરની લાલચ આપી રહી છે. વર્કશોપમાં મોકલવાને બદલે તેઓ જિમમાં મોકલવા માગે છે.
મિત્રોએ મને છોડી દીધો – અનુરાગ કશ્યપ અનુરાગ કશ્યપે કહ્યું કે તે જે કલાકારોને ઇન્ડસ્ટ્રીમાં પોતાના મિત્રો માનતો હતો તે પણ તેને એકલો છોડી ગયા છે. ‘મારા એક્ટર્સ, જેમને હું મારા મિત્રો માનતો હતો, તેઓએ પણ મને છોડી દીધો છે કારણ કે તેઓ કંઈક બીજું બનવા માગતા હતા. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવું હંમેશા થતું હોય છે. મલયાલમ સિનેમામાં આવું થતું નથી.