28 મિનિટ પેહલાલેખક: આકાશ ખરે
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો આજે 36મો જન્મદિવસ છે. એક્ટ્રેસે તેની 16 વર્ષની કરિયરમાં 19 ફિલ્મોમાં કામ કર્યું જેમાંથી 13 ફિલ્મો હિટ રહી છે. જેમાં ‘પીકુ’ અને ‘સંજુ’ જેવી વર્ષની સૌથી વધુ કમાણી કરનાર બ્લોકબસ્ટર ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.
2017માં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કાની એક્ટિંગ કરિયરમાં બ્રેક લાગી હતી. અનુષ્કા છેલ્લાં 6 વર્ષથી એક્ટિંગથી દૂર છે.
જો કે, તેમ છતાં, અનુષ્કાની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા સુપરસ્ટાર્સ કરતાં વધુ છે.
એક્ટ્રેસનાં 36માં જન્મદિવસ પર જાણીએ તેના કરિયરના રેકોર્ડ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો…

અનુષ્કાએ પોતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના બાળપણના જન્મદિવસની ઉજવણીની તસવીરો ઘણી વખત શેર કરી છે
અનુષ્કાનો જન્મ 1 મે, 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. તેમના પિતા કર્નલ અજય કુમાર શર્મા આર્મી ઓફિસર છે અને માતા આશિમા શર્મા ગૃહિણી છે. એક મોટા ભાઈ કર્ણેશ શર્મા છે, જેઓ અગાઉ મર્ચન્ટ નેવીમાં હતા, પણ હવે ફિલ્મ નિર્માતા છે.
ધોનીની પત્ની સાક્ષી અને અનુષ્કા ક્લાસમેટ હતા
અનુષ્કાનો મોટાભાગનો અભ્યાસ બેંગલુરુ અને મુંબઈમાં થયો છે. ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ અનુષ્કાની ક્લાસમેટ હતી.
એક્ટ્રેસના પિતા આર્મીમાં હોવાથી અનુષ્કા બાળપણથી જ ખૂબ જ શિસ્તબદ્ધ છે. 2012માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂ માં અનુષ્કાએ કહ્યું હતું – ‘હું પોતાને એક્ટ્રેસ કહેવા કરતાં એક આર્મી ઓફિસરની દીકરી છું તે કહેતાં વધુ ગર્વ અનુભવું છું.’

શાળા સમયની તસવીરમાં અનુષ્કા. એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની તેની પાછળ ઉભી હતી
ન તો ફિલ્મો જોઈ હતી અને ન તો તે એક્ટિંગમાં કરિયર બનાવવા માગતી હતી
અનુષ્કાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ન તો ફિલ્મો જોઈ છે અને ન તો તે એક્ટર બનવા માગતી હતી. તે મોડેલિંગ અથવા પત્રકારત્વમાં જ આગળ વધવા માગતી હતી. ગ્રેજ્યુએટ પછી અનુષ્કા તેની મોડેલિંગ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.
કરિયરની શરૂઆતમાં ઘણી જાહેરાતો કર્યા પછી અનુષ્કાએ 2007 માં લેક્મે ફેશન વીકમાં રનવે ડેબ્યૂ કર્યું. અનુષ્કાને ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સ દ્વારા તેમના સ્પ્રિંગ સમર કલેક્શન 2007 માટે ફાઇનલ મોડેલ તરીકે પસંદ કરવામાં આવી હતી. અહીંથી જ અનુષ્કાને હેર ઓઈલ, શેમ્પૂ અને જ્વેલરીની જાહેરાતો મળવા લાગી હતી.

અનુષ્કાની કારકિર્દીના શરૂઆતના દિવસોની ઓડિશન ક્લિપ

મોડલિંગ દરમિયાન અનુષ્કા કેટલીક ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી હતી
ડેબ્યૂ ફિલ્મમાં અનુષ્કાની કાસ્ટિંગની વિરુદ્ધ હતો કરન જોહર
2008માં અનુષ્કાએ યશ રાજ બેનરની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જો કે તે સમયે ફિલ્મમેકર કરન જોહર તેને આ ફિલ્મમાં લેવા માગતા ન હતા.
અનુષ્કાનો ફોટો જોયા બાદ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા આદિત્ય ચોપરાને કહ્યું કે તે અનુષ્કાને ફિલ્મમાં કાસ્ટ ન કરે. કરન ઈચ્છતો હતો કે આદિત્ય આ ફિલ્મમાં કોઈ અન્ય એક્ટ્રેસને તક આપે.
જોકે, આદિત્યને અનુષ્કા પર વિશ્વાસ હતો અને તેમણે એક્ટ્રેસ સાથે એક નહીં પરંતુ 3 ફિલ્મ માટે ડીલ કરી હતી.

અનુષ્કાએ બાદમાં કરન સાથે ‘બોમ્બે વેલ્વેટ’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું
શરૂઆતની 6 ફિલ્મો પૈકી 5 ફિલ્મ યશરાજ સાથે
અનુષ્કાના કરિયરની પ્રથમ 3 ફિલ્મો યશરાજ બેનરની હતી. જ્યારે ‘રબ ને બના દી જોડી’ હિટ રહી હતી, તો ‘બદમાશ કંપની’ અને ‘બેન્ડ બાજા બારાત’ એવરેજ હતી.
યશરાજ બેનરની બહારઅનુષ્કાની પહેલી ફિલ્મ ‘પટિયાલા હાઉસ’ હતી, જે ફ્લોપ રહી હતી.
આ પછી એક્ટ્રેસે ફરીથી યશ રાજની બે ફિલ્મો ‘જબ તક હૈ જાન’ અને ‘લેડીઝ vs રિકી બહલ’માં કામ કર્યું અને બંને હિટ રહી.

યશ રાજ ફિલ્મ્સના સ્થાપક અને ફિલ્મ નિર્માતા યશ ચોપરા સાથે અનુષ્કા. યશ અનુષ્કાની ફિલ્મ ‘જબ તક હૈ જાન’ના ડાયરેક્ટર પણ હતા
રણવીર સિંહને ડેટ કરવાને કારણે ચર્ચામાં હતી
બોલિવૂડમાં આવ્યા બાદ અનુષ્કાનું નામ ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ના કો-સ્ટાર રણવીર સિંહ સાથે જોડાયું હતું. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ અલગ થઈ ગયા હતા. જોકે બંનેએ ક્યારેય આ વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી.
‘NH10’ હિટ રહી હતી, જ્યારે ‘બોમ્બે વેલ્વેટ’ સૌથી મોટી ફ્લોપ
વર્ષ 2015 અનુષ્કા માટે મિશ્ર લાગણીઓમાંથી એક હતું. આ વર્ષે એક્ટ્રેસને તેના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ બનેલી તેની પ્રથમ ફિલ્મ ‘NH10’ રિલીઝ કરી હતી. જેમાં અનુષ્કા લીડ રોલમાં હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

ફિલ્મ ‘NH10’ અનુષ્કાના કરિયરની પહેલી સોલો હિટ ફિલ્મ હતી. 18 કરોડમાં બનેલી આ ફિલ્મે 49 કરોડની કમાણી કરી હતી
તે જ સમયે, આ વર્ષે રિલીઝ થયેલી અનુરાગ કશ્યપ નિર્દેશિત ‘બોમ્બે વેલ્વેટ’ અનુષ્કાની કરિયરની સૌથી મોટી ફ્લોપ સાબિત થઈ. 120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે દેશમાં માત્ર 23.71 કરોડનો જ બિઝનેસ કર્યો હતો.
આમિર, સલમાન અને રણબીર સાથે કરિયરની મોટી હિટ ફિલ્મો આપી
આ સિવાય અનુષ્કાએ પોતાના કરિયરમાં આમિર ખાન સાથે ‘પીકે’, સલમાન ખાન સાથે ‘સુલતાન’ અને રણબીર કપૂર સાથે ‘સંજુ’ જેવી ફિલ્મો પણ કરી હતી. આ ત્રણેય ફિલ્મોએ કમાણીના ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો હતી.
એક્ટ્રેસ તરીકેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ રહી હતી
આ દરમિયાન અનુષ્કાએ તેની એક્ટિંગ કરિયરમાં ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘સુઇ ધાગા’ જેવી હિટ ફિલ્મો પણ આપી હતી. જોકે, એક્ટ્રેસ તરીકે અનુષ્કાની છેલ્લી ફિલ્મ 2018માં રિલીઝ થયેલી શાહરુખ ખાન સ્ટારર ‘ઝીરો’ હતી. તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારથી અનુષ્કાએ ‘બુલબુલ’, ‘પાતાલ લોક’ અને ‘કાલા’ જેવા OTT પ્રોજેક્ટ્સનું નિર્માણ કર્યું છે.
વિરાટ-અનુષ્કાની લવસ્ટોરીની શરૂઆત શેમ્પૂની એડથી થઈ હતી
લવ લાઈફની વાત કરીએ તો અનુષ્કા 2013માં એક શેમ્પૂની એડના શૂટિંગ દરમિયાન ક્રિકેટર વિરાટ કોહલીને મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં વિરાટે કહ્યું હતું- ‘જ્યારે હું અનુષ્કાને પહેલીવાર મળ્યો ત્યારે હું ખૂબ જ નર્વસ હતો. જો કે, પ્રથમ વાતચીત પછી હું તેની સાથે કમ્ફર્ટ લાગતો હતો.
4 વર્ષની ડેટિંગ બાદ અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અનુષ્કાએ જાન્યુઆરી 2021માં પુત્રી વામિકાને અને ફેબ્રુઆરી 2024માં પુત્ર અકેને જન્મ આપ્યો હતો.

વિરાટ અને અનુષ્કા લગ્ન પહેલાં 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.
સંયુક્ત નેટવર્થ રૂ. 1300 કરોડ, બોડીગાર્ડને રૂ. 1.2 કરોડનો પગાર આપે
GQના રિપોર્ટ અનુસાર, વિરાટ અને અનુષ્કાની સંયુક્ત સંપત્તિ 1300 કરોડ રૂપિયા છે. તેમાંથી કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રૂપિયા છે જ્યારે અનુષ્કાની કુલ સંપત્તિ 255 કરોડ રૂપિયા છે.
અનુષ્કા એક પ્રોજેક્ટ માટે રૂ. 7 કરોડ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી રૂ. 5 થી 10 કરોડ કમાય છે. જ્યારે અનુષ્કાને ઈન્સ્ટા પર પોસ્ટ કરવા માટે 95 લાખ રૂપિયા મળે છે.
આ સિવાય એક્ટ્રેસ તેના પ્રોડક્શન હાઉસ અને ક્લોથિંગ લાઇન નુશમાંથી પણ કમાણી કરે છે. વિરાટ-અનુષ્કાની કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કપલ તેમના બોડીગાર્ડ પ્રકાશ ઉર્ફે સોનુને વાર્ષિક 1.2 કરોડ રૂપિયાનો પગાર આપે છે.
6 વર્ષથી કોઈ ફિલ્મ નથી કરી, છતાં પણ લોકપ્રિયતા ઘટી નથી
અનુષ્કા છેલ્લા 6 વર્ષથી એક્ટિંગ બ્રેક પર હોવા છતાં તેના ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. અનુષ્કાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 67.4 મિલિયન ફોલોઅર્સ છે, જે અમિતાભ બચ્ચન (37.5 મિલિયન) અને શાહરૂખ ખાન (46.7 મિલિયન) જેવા સુપરસ્ટાર કરતાં વધુ છે.
આ અભિનેત્રી લગ્નના 6 વર્ષ બાદ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી કમબેક કરવા જઈ રહી છે. આ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે.