3 કલાક પેહલા
- કૉપી લિંક
બિગ બોસ 18માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે એન્ટ્રી કરનાર યામિની મલ્હોત્રાને મુંબઈમાં ઘર નથી મળી રહ્યું. યામિનીના કહેવા પ્રમાણે, તે જ્યાં પણ ઘર ખરીદવા જાય છે, ત્યાં તેને તેના ધર્મ વિશે પૂછવામાં આવે છે. આ પછી પણ જો કોઈ ઘર આપવા માટે રાજી થાય છે તો તે એક્ટ્રેસનું સાંભળીને ના પાડી દે છે.
યામિની મલ્હોત્રાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે લખ્યું છે કે, હેલો મિત્રો, મારે એક એવી વાત શેર કરવી છે જે મારા દિલને ઠેસ પહોંચાડે છે. હું મુંબઈને જેટલો પ્રેમ કરું છું તેટલું મને અહીં ઘર મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. મને પ્રશ્નો પૂછવામાં આવે છે કે હું મુસ્લિમ છું કે હિન્દુ. હું ગુજરાતી કે મારવાડી?
તેણે આગળ લખ્યું કે, લોકો એક્ટરનું સાંભળતા જ, મને ઘર આપવાની ના પાડી દીધી. શું એક એક્ટર બનવાથી હું ઘરની માલિકી માટે ઓછી લાયક છું? મને જાણીને નવાઈ લાગી છે કે આ સવાલો 2025માં પણ પૂછવામાં આવે છે. શું આપણે ખરેખર તેને સપનાનું શહેર કહી શકીએ, જ્યારે અહીં સપના માટે ઘણી બધી શરતો છે?
યામિની મલ્હોત્રા સિવાય એક્ટ્રેસ ચારુ અસોપા, આકાંક્ષા જુનેજા, ઉર્ફી જાવેદ, બિગ બોસ ફેમ શહેઝાદી અને શિરીન મિર્ઝાએ પણ આવી સમસ્યાઓનો સામનો કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
યામિની મલ્હોત્રા વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ રિયાલિટી શો બિગ બોસ 18 માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે પ્રવેશ કર્યો હતો. દિલ્હીની રહેવાસી યામિનીએ 2016માં આવેલી ફિલ્મ મેં તેરી તુ મેરાથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તે નાનક નામ જહાઝ કા, દિલ હોના ચાહિંદા જવાન જેવી પંજાબી ફિલ્મોમાં જોવા મળી છે.