1 કલાક પેહલા
- કૉપી લિંક
અરિજિત સિંહે યુકે કોન્સર્ટ દરમિયાન સિક્યોરિટી ગાર્ડના ગેરવર્તણૂક માટે એક મહિલા ચાહકની માફી માંગી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ફેન સ્ટેજ પર પરફોર્મ કરી રહેલા અરિજિત સાથે હાથ મિલાવવા માટે આગળ આવે છે, પરંતુ સુરક્ષાકર્મીઓએ યુવતીને ગળાથી પકડીને પાછળ ધકેલી દીધી હતી.
અરિજિત સ્ટેજ પરથી આ આખી ઘટના જુએ છે અને તરત જ ચાહકની માફી માંગે છે અને કહે છે કે કોઈને આ રીતે પકડીને પાછળ ધકેલી દેવું યોગ્ય નથી.
આ પછી અરિજિત દર્શકોને બેસવાની વિનંતી કરે છે. પછી તે મહિલા ચાહકને કહે છે – મેડમ, હું તમારી માફી માંગુ છું. હું ઈચ્છું છું કે હું તમારી રક્ષા કરવા માટે ત્યાં હોત પણ એવું ન થયું. કૃપા કરીને બેસો. અરિજીતની આ વાત સાંભળીને દર્શકો ખુશ થઈ જાય છે.
આ પહેલા અરિજીતના લંડન કોન્સર્ટનો બીજો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે સ્ટેજ પરથી ફેનનું ફૂડ પેકેટ હટાવતો જોવા મળ્યો હતો. અરિજિતે ચાહકોને આવું ન કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તે સ્ટેજને પોતાનું મંદિર માને છે.
અરિજીત સિંહ ફેન્સને ચૂપ કરતા જોવા મળ્યા હતા આ પહેલા પણ અરિજીત સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે રડતા પ્રશંસકને ચૂપ કરતો જોવા મળ્યો હતો. અરિજિતે સ્ટેજ પર બેસીને ગીતો ગાવાનું શરૂ કર્યું. તેણે તેના ફેન્સને હાવભાવ દ્વારા તેના આંસુ લૂછવા માટે પણ કહ્યું.
અરિજિત બે નેશનલ એવોર્ડ જીતી ચૂક્યો છે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અરિજીત સિંહે ‘રાબતા’, ‘તુમ હી હો’, ‘કભી જો બાદલ બરસે’, ‘ફિર ભી તુમકો ચાહુંગા’ જેવા ગીતો ગાયા છે. આ સિવાય તેમને બેસ્ટ સિંગિંગ માટે બે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યા છે. પહેલો એવોર્ડ 2018માં ફિલ્મ પદ્માવતના ગીત ‘બિન્તે દિલ’ માટે મળ્યો હતો. જ્યારે તેને 2022માં રિલીઝ થયેલા બ્રહ્માસ્ત્રના ગીત ‘કેસરિયા’ માટે બીજો એવોર્ડ મળ્યો હતો.