13 કલાક પેહલા
- કૉપી લિંક
ટીવી એક્ટર અર્જુન બિજલાની હાલમાં જ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. ક્રેડિટ કાર્ડ હેક થયા બાદ તેના ખાતામાંથી લગભગ 40 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડની જાણ થતાં જ તેણે તેની બેંકને જાણ કરી અને તેનું કાર્ડ બ્લોક થઈ ગયું. જો અર્જુને સમયસર યોગ્ય પગલાં ન ભર્યા હોત તો તેની સાથે મોટી છેતરપિંડી થઈ શકી હોત.
હાલમાં જ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં અર્જુન બિજલાનીએ તેની સાથે થયેલી છેતરપિંડી વિશે વાત કરી હતી. અર્જુન બિજલાનીએ કહ્યું, જ્યારે હું જીમમાં વર્કઆઉટ કરતો હતો ત્યારે મારી પાસે મારું ક્રેડિટ કાર્ડ હતું. બ્રેક દરમિયાન મેં મારો ફોન તપાસ્યો. તેમાં ઘણા મેસેજ હતા, જેમાં લખ્યું હતું કે મારું ક્રેડિટ કાર્ડ સ્વેપ થઈ ગયું છે. દર મિનિટે પૈસા ઉપાડવામાં આવતા હતા. મારી પત્ની પાસે પણ કાર્ડ છે, તેથી મેં તેને પૂછ્યું કે શું તેણે કાર્ડનો ઉપયોગ કર્યો છે. તે સ્પષ્ટ હતું કે કાર્ડની વિગતો લીક થઈ ગઈ હતી અને અમને આ કેવી રીતે થયું તેની કોઈ જાણ નહોતી.’

તેણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટના મારા માટે આંખ ખોલનારી હતી. ઘણા લોકો બેંકમાંથી આવતા દરેક મેસેજ ખોલતા નથી, પરંતુ મને સમજાયું છે કે તે મેસેજ વાંચવા જરૂરી છે. સદભાગ્યે મેં તે મેસજ જોયા અને ત્યાં સુધીમાં 7-8 વખત પૈસા ઉપાડી ચૂક્યા હતા. દર વખતે 3 કે 5 હજાર રૂપિયા ઉપાડી લેવાયા હતા. આ રીતે મારા ક્રેડિટ કાર્ડમાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. મારા ક્રેડિટ કાર્ડની લિમિટ 10-12 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં જો મેં ફોન ચેક ન કર્યો હોત તો મોટું નુકસાન થઈ શકે તેમ હતું.’
અર્જુન બિજલાનીની સાથે 7 મેના રોજ છેતરપિંડી થઈ હતી. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. અર્જુન બિજલાની ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તે ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘યે હૈ આશિકી’, ‘મિલે જબ હમ તુમ’, ‘નાગિન’ જેવા લોકપ્રિય શોનો ભાગ રહી ચૂક્યો છે. ટીવી સિવાય તે વેબ સીરિઝ ‘સ્ટેજ ઓફ સીઝઃ 26/11’ અને ‘રૂહાનીયત’માં પણ જોવા મળી છે. અભિનેતા હોવા ઉપરાંત અર્જુન એક ઉત્તમ હોસ્ટ પણ છે. તેણે ‘ડાન્સ દીવાને’ શો હોસ્ટ કર્યો છે.